મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત






મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત 

દીનાંક ૧૦.૪.૨૫  સવારે ૭ વાગ્યે


આજે સવારે વહેલા ઊઠીને નક્કી કર્યું કે એસ પી રોડ ઉપર સરદાર પટેલ આર્કેડ પાસે લાગતી સુદર્શન પ્રભાત શાખામાં જવું. ઈઓન કાર લઈને નીકળ્યા .પરંતુ તે સ્થાન ઉપર તો કોઈ શાખા લાગેલી દેખાય નહીં પરંતુ સુરેશભાઈ રાજકોટિયા મળી ગયા તેમણે કહ્યું કે આજે બધી જ શાખાના સ્વયંસેવકો મચ્છું ૨  ડેમ પાસે બની રહેલા ઉદ્યાનની મુલાકાતે જવાના છે .હું પણ તેમની સાથે જોડાયો .

     મોરબીની જીવા દોરી અને પાણીનો સંગ્રહસ્થાન એટલે મચ્છુ૨ ડેમ . 1979 ની સાલમાં તૂટેલા ડેમની ઘટના ના કારણે મોરબી અને મચ્છુ ડેમ દુનિયાભરમાં પ્રખ્યાત થયા .નવા બનેલા મચ્છુ ડેમના પાણીની સંગ્રહથી દીવાલોની બાજુમાં એક સરકારી ખરાબાની જગ્યામાં અગાઉ નિશ્ચિત થયેલ જ સ્થાનમાં થોડાક મિત્રોએ શરૂ કર્યું છે એ બગીચો બનાવવાની કાર્ય.

      એ મિત્રો એટલે રામજીભાઈ બાવરવા ,અંબારામભાઇ અને ટંકારા પાસે આર્ય વિદ્યાલયના સામાજિક અને સેવા કાર્યકર્તા માવજીભાઇ દલસાણીયા.આ મિત્રોએ પોતે જાત મહેનતથી ડેમની પાળ ની બાજુમાં અંદરમાં સ્થાને રહેલી આ જમીનને સપાટ કરવાનું શરૂ કર્યું. ઊગેલા આડાઅવળા ઝાડો અને બાવળને કાપીને જમીનને સમથળ બનાવી   ત્યાં ઉધ્યાન માટેના કામની શરૂઆત કરી .આજે અંદાજે છ 

 

મહિનાની મહેનતના અંતે એ શિશુ સ્વરૂપ ત્યાં નજરે પડે છે .સમગ્ર ઉદ્યાનમાં પહોંચેલા પ્રભાત શાખાના તેમણે ઉદ્યાનના દર્શન અને વર્ણન બતાવ્યુ.. સમગ્ર ઉદ્યાનને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે .એક ભાગમાં આયુર્વેદિક ઔષધીના વૃક્ષો ,એક ભાગમાં જંગલી વૃક્ષો ,એક ભાગમાં અલગ અલગ પ્રકારના ગુલાબ ,એક ભાગમાં સુશોભિત અન્ય છોડો ,ક્યાંક નવ ગ્રહો ,રાશી અને નક્ષત્રોને આધારે વિવિધ વૃક્ષોની વાત તો, વચ્ચે વચ્ચે ચાલવાનો રસ્તો ,ચાલવાના રસ્તામાં પણ વિવિધતા ,પથ્થર વાળો , સાદી માટી વાળો .વગેરે વચ્ચે લોકોને બેસવા માટેની પણ થોડી વ્યવસ્થા અને આ સમગ્ર ઝાડ પાન અને છોડ ફૂલ અને વાવવામાં પાણી પીવડાવવામાં નિયમિત તેની સાર સંભાળ રાખવામાં આ ત્રણ મિત્રો ઉપરાંત પાસમાં રહેલ જોધપુર ગામના લોકો વિજયભાઇ ભોરણીયા અને બીજા મિત્રો પણ  ખરા.કોઈ ખેતીનો સાધન ધરાવનાર વ્યક્તિઓ કે મોટી ઉંમરના વડીલોને અને યુવાનો નિયમિત રૂપે આ શ્રમિક કાર્યમાં આવે છે .જોધપર ગામનો એક ખૂબ સારો એમને સહારો છે. પાણીની વ્યવસ્થા પણ એ ગામના બોરમાંથી થાય છે અને વીજળીનું બિલ પણ ગામના લોકો આપે છે .ગામમાં ડોઝર ચલાવતા અને ખેડૂતો પોતાના વાહનોની સાધનો નિશુલ્ક વાપરવા આપે છે .એટલું જ નહીં પરંતુ શ્રમ સાધના માટે પોતાનો સમય પણ આપે છે .આ બધા શ્રમિક પોતાના જીવનમાં નિવૃતિની ફળો બગીચાના શ્રમ કાર્યમાં આપી રહ્યા છે .સવારના વહેલા ઘરેથી ઊઠીને નીકળવું બપોરનું ટિફિન સાથે લઈને આવવું અને સાંજ સુધી આ ઉદ્યાનના કામમાં લાગ્યા રહેવું. કોઈપણ સરકારી એક પણ પૈસો લીધા વગર સમાજના વિવિધ લોકોના સહયોગથી આજે ઉદ્યાનની શરૂઆત થઈ છે .પાણી પાવાની ટપક પદ્ધતિ નો પણ અહીંયા સરસ મજાનો ઉપયોગ થયો છે .અમે  થોડા વૃક્ષારોપણમાં સહાયતા કરી. કામ કરનાર કાર્યકર્તાઓને સાંભળ્યા .તેમણે કહ્યું કે અમારા કામને જોવા માટે અમને સાંભળવા માટે બીરદાવવા માટે આવતા લોકો એ અમારા માટે એક ઉદ્દીપક રૂપ છે. બધાએ સાથે બેસીને લાવેલા મસાલા વાળા ચણા નો અલ્પાહાર કર્યો અને ચા પીધી .બધાએ ફરીવાર પરિવાર સાથે આવી વધુ સમય આવી અને શ્રમ કાર્ય કરવા માટેની વાત કરી.

     જે ગામની અંદર આવા થોડા વડીલ બંધુઓ પર્યાવરણની રક્ષા માટે આગળ આવશે તો સંઘના શતાબ્દી વર્ષમાં પર્યાવરણ રક્ષણનો જે વિષય છે એ સમાજે ઉપાડી લીધેલો ગણાશે .અને આવનારા ગ્લોબલ વોર્મિંગ  રાક્ષસને હટાવવા માટે પર્યાવરણ પ્રેમી આપનું જીવન બનાવવું પડશે. સરકાર પોતાની આવી નકામી 

 

પડેલો જમીનો આપે, સમાજમાં તેમના માટે યોગ્ય યથાશક્તિ પૈસાની વ્યવસ્થા કરે અને લોકો પોતાની શ્રમ શક્તિ વાપરી સમય આપે તો મને લાગે છે પ્રકૃતિના પાંચ તત્વોની આપણે સાચવી શકીશું અને ભવિષ્યમાં કદાચ ઓક્સિજનના નાના નાના પાઉચ અને ખરીદવાનો વારો નહીં આવે. આવનાર આપણી પેઢી આપણને યાદ રાખશે કે મારા વડીલોએ પર્યાવરણની જાળવણી કરી હતી આવા પર્યાવરણ પ્રેમી શ્રમિક કાર્યકર્તા બંધુઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન

Comments