Posts

Showing posts from June, 2025

મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી મોરબી . દિનનાં ૨૧.૬.૨૦૨૫

Image
  મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી           આજે મોરબી મુકામે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી .દર વર્ષની જેમ સરકારી કર્મચારીઓ ,પોલીસ તથા વિવિધ સુરક્ષા કર્મચારી ,શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે આમ જનતા 2014 ની સાલથી આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરે છે .આ વર્ષે પણ મોરબી જિલ્લાના કલેક્ટર કિરણભાઇ ઝવેરી સાહેબ અન્ય સરકારી અધિકારીઓ તથા વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ની હાજરીમાં દિવસની ઉજવણી થઈ .કલેકટર શ્રી અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા કેસરી દેવસિંહજીએ યોગનું મહત્વ આજના સંદર્ભમાં સમજાવ્યુ.વડનગર થી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વિશાખાપટમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્ય પછી હાજર રહેલા બધા લોકોએ યોગ પ્રોટોકોલ પ્રમાણેના વિવિધ સૂક્ષ્મ ક્રિયાઓ ,યોગાસનો ,પ્રાણાયામ અને પ્રાર્થના દ્વારા દિનની ઉજવણી કરી. ધીરે ધીરે યોગની ઉજવણી એક સામાજિક બની રહી છે તથા પ્રજા ઉત્સુકતાથી જોડાઈ રહી છે .છતાં પણ આજે કરેલા યોગ દિનની ઉજવણ...

મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી

Image
  મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી       પોતાના જન્મદિવસની અનોખી તથા ભારતીય પદ્ધતિથી ઉજવણી મોરબીના સામાજિક મહિલા કાર્યકર્તા અને ભારતીય જનતા પક્ષમાં સક્રિય મહિલા મોરચાની જવાબદારી સાંભળતા અલ્પાબેન કક્કડે કરેલ.તા ૨૦ જૂન તેમનો જન્મદિવસ હતો .પશ્ચિમી પદ્ધતિથી જન્મ દિવસ ઉજવવા ટેવાયેલા આધુનિક પરંપરામાં મીણબત્તી ઓલવવી, કેક કાપવી , સમૃદ્ધ લોકો માટે ભોજન સમારંભ કરીને બધાની પાસેથી કંઈક ભેટ સ્વીકારવી જ્યાં ત્યાં જોવા મળે છે. હવે ભારતીય સંસ્કારની પ્રસંગ ઉજવણી ધીરે ધીરે સમાજમાં વધવા લાગી છે. એવો જ આજનો દિવસ રહ્યો .અલ્પાબેન એ સરકારી કબીર આશ્રમ આંગણવાડીમાં અભ્યાસ કરતા ૭૦ વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ સાથે બગથળાના પૂ દામજી ભગત પણ ઉપસ્થિત રહ્યા. નાના બાળકો શૈક્ષણિક કીટ સ્વીકારીને આનંદવિભોર થતા હતા . આ બાળકો તથા ગરીબ લોકોને ભોજન પણ તેમને કરાવી ભારતીય સંસ્કાર નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.કહે છે કે આપણા ઘરમાં શુભ પ્રસંગોમાં ઉપેક્ષિત સમાજ માટે કંઈક આપણે આપવું જોઈએ .સ્વાર્થ નહી પરંતુ પરમાર...