મણકો ૧૨- તા ૨૨,૪,૨૫. વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન
મણકો ૧૨- તા ૨૨,૪,૨૫. વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન
વાંકાનેર નું નામ પડે એટલે વતન હોવાથી દરેક કાર્યક્રમમાં જવાની ઈચ્છા થાય .વાંકાનેરના અમારા જુના પાડોશી જાદવજીભાઈ પુજારા પરિવાર એટલે અમારી એક સહિયારી દીવાલનો પરિવાર .અમારું જૂનું ઘર પણ તેમને આપેલું. તેમના દીકરા કિશોરભાઈ તો મારી સાથે પણ ભણતા હતા . જાદવજીભાઇ મહીકાના વતની, માવા વે વ્યાપાર કરી મુંબઇને વાંકાનેરનો માવા પહોંચાડનાર જૂના સંઘના સ્વંયસેવક અને કેશુભાઇ પટેલની હીરના જનસંઘથી. હવેલીપંથી કૃષ્ણભક્ત પરિવાર અને ગાયોની ખૂબ સેવા કરે. વાંકાનેરમાં તેમણે શરુ કરેલ અંધઅપંગ ગૌશાળા આ વિસ્તારમાં સેવા માટે પ્રખ્યાત છે. તેમના પરિવાર દ્વારા પોતાના દિવંગત સ્વજનોની યાદમાં ભાગવત કથા રાખી હતી .ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું હતું. તારીખ 22 એપ્રિલના રોજ કથા શ્રવણ માટે બપોરે પહોંચ્યા. અગાઉથી કિશોરભાઈ ને જાણ કરેલી હતી સ્વાગત કરી અને સુંદર મજાની બેસવાની વ્યવસ્થા કરેલ.
ભાગવત કથાના શ્રવણમાં હજી શરૂઆતનો બીજો દિવસ હોવાથી પરીક્ષિત રાજા ,પરીક્ષિત રાજાના સદગુણો એમણે કરેલી ભૂલ અને ભૂલ સુધારવા માટે શુકદેવજી મહારાજ ની તૈયારી એ વિષય રહ્યો .મહારાજ કથાકાર વ્યાસપીઠ પર બેઠેલા ખુબ જ જ્ઞાની હતા. બીએસસી થયેલા હતા ખૂબ સારા ઉદાહરણો અને દરેક પ્રસંગ અને શ્લોકને ભાગવત અને તુલસીકૃત રામાયણને સરખાતા જતા હતા. આજના દિવસની કથા પૂર્ણ થતા આરતીનો પણ લાભ લીધો વ્યક્તિગત રીતે વ્યાસપીઠના મહારાજ અને વંદન કર્યા આશીર્વાદ લીધા .પુજારા પરિવારે અમારો ખૂબ સુંદર સ્વાગત કર્યું. પોતાનો પ્રેમ દર્શાવ્યો અન્ય ઘરના લોકો આવવા માટેનો આગ્રહ પણ કર્યો .હસુભાઈ કરથીયા અમારા જુના સંઘના શાખા કાર્યવાહ, મહેશભાઈ પંડ્યા જુના શાખા મુખ્ય શિક્ષક ,જુના સ્વયંસકો અને જીનપરા તથા આસપાસના લોકોને મળવાની ખૂબ મજા આવી.બધાએ સાથે પ્રસાદ લીધો અને એક સારા સંસ્મરણ તાજા થયા અને પૂજારા પરિવારના પ્રેમના અનુભવ સાથે પરત કર્યા.


Comments
Post a Comment