મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી





 મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી

    પોતાના જન્મદિવસની અનોખી તથા ભારતીય પદ્ધતિથી ઉજવણી મોરબીના સામાજિક મહિલા કાર્યકર્તા અને ભારતીય જનતા પક્ષમાં સક્રિય મહિલા મોરચાની જવાબદારી સાંભળતા અલ્પાબેન કક્કડે કરેલ.તા ૨૦ જૂન તેમનો જન્મદિવસ હતો .પશ્ચિમી પદ્ધતિથી જન્મ દિવસ ઉજવવા ટેવાયેલા આધુનિક પરંપરામાં મીણબત્તી ઓલવવી, કેક કાપવી , સમૃદ્ધ લોકો માટે ભોજન સમારંભ કરીને બધાની પાસેથી કંઈક ભેટ સ્વીકારવી જ્યાં ત્યાં જોવા મળે છે. હવે ભારતીય સંસ્કારની પ્રસંગ ઉજવણી ધીરે ધીરે સમાજમાં વધવા લાગી છે. એવો જ આજનો દિવસ રહ્યો .અલ્પાબેન એ સરકારી કબીર આશ્રમ આંગણવાડીમાં અભ્યાસ કરતા ૭૦ વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ સાથે બગથળાના પૂ દામજી ભગત પણ ઉપસ્થિત રહ્યા. નાના બાળકો શૈક્ષણિક કીટ સ્વીકારીને આનંદવિભોર થતા હતા . આ બાળકો તથા ગરીબ લોકોને ભોજન પણ તેમને કરાવી ભારતીય સંસ્કાર નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.કહે છે કે આપણા ઘરમાં શુભ પ્રસંગોમાં ઉપેક્ષિત સમાજ માટે કંઈક આપણે આપવું જોઈએ .સ્વાર્થ નહી પરંતુ પરમાર્થ કરવો  એ ભારતની પરંપરા છે l.શક્તિ સંપન્ન સમાજના લોકોએ નબળા વર્ગોને સહાય કરીને આપણા આનંદમાં એમને સહભાગી કરતા આપણો આનંદ બેવડાય છે. ધીરે ધીરે આપણા સમાજમાં ભારતીય કુટુંબ સંસ્કાર પદ્ધતિથી દીવાઓ સળગાવવા ,ગરીબ સેવા વસ્તીની અંદર જરૂરિયાત મંદોને વસ્તુ આપવી ,ગાય અને પશુઓને ઘાસચારો આપવો તથા સેવાના પ્રકલ્પ સાથે જોડાઈને સંકલ્પ બદ્ધ થવું એવું દેખાય રહ્યું છે. આ એક આવકાર્ય ચરણછે .અન્ય લોકો પણ વિદેશની પશ્ચિમની સ્વાર્થી પદ્ધતિ છોડીને ભારતના પરમાર્થની પદ્ધતિમાં જોડાઈ એ આજની જરૂરિયાત છે.

Comments

Popular posts from this blog

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત