મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન
મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન
બિદડામાં આવેલી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ ની અંદર જ આવેલા ઓડિટોરિયમ માં આ વિસ્તારના પ્રબુદ્ધ લોકો માટેની પંચ પરિવર્તન વિશે સંઘ શતાબ્દી વર્ષના વિષયની એક ગોષ્ટિ થઈ . હોસ્પિટલના ટ્રસ્ટના અધ્યક્ષ વિજયભાઈ પોતે હાજર હતા .તેઓ અમેરિકા સ્થિત હતા .હવે અહીંયા આવીને આ સેવાના કામોમાં સંપૂર્ણ સમય આપીને અહીંયા જ રહી રહ્યા છે .તેમના પિતા બચુભાઇનુ આ વિસ્તારને ભેટ એટલે આ હોસ્પીટલ .
વિજયભાઈએ સંપૂર્ણ હોસ્પિટલ નું રાઉન્ડ લઈને દર્શન કરાવ્યુ .ચાલતી વિશેષ ફિઝીયોથેરાપી અને પોસ્ટ ઓપરેટિવ રીહેબીલીટેશનના વિવિધ વિભાગો અને લાભાર્થીઓને મળ્યા .એની વિશેષતા એવી છે કે કર્ણાવતી મુંબઈના ન્યુરોસર્જન ને ઓર્થોપેડિક સર્જન રેહેબીલીટેસન માટે દર્દીઓને અહીંયા મોકલે છે અહીંયા નેચર ક્યોર સારવારનું પણ કેન્દ્ર છે .આંખની હોસ્પિટલ અને ઓપરેશનો પણ થાય છે. જાન્યુઆરી મહિનામાં વિશેષ મુંબઈથી અને વિદેશથી આવતા ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ પણ થાય છે .સંપૂર્ણ સગવડતાઓ એકદમ નજીવા દરથી કરવામાં આવે છે .મુંબઈ અને વિદેશના અનેક દાતાઓ આ કાર્યમાં સહાયરૂપ થાય છે. વિજયભાઈ જેવા આ દાતાઓને જોડવામાં મદદરુપ થયા છે કચ્છના નાના એવા સ્આથાનમા આવા સ્વાસ્થ્યના મંદિરને ચલાવનાર સૌ કાર્યકર્તા બંધુ અને દાતા દાનીઓને અભિનંદન શુભકામના શુભેચ્છા .તેઓ તેમના લક્ષ્મીજીને યોગ્ય રસ્તે ઉપયોગ રહ્યા છે એ પણ એક આનંદની વાત છે.


Comments
Post a Comment