મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫
વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા:
દુનિયામાં ભારત અન્ય કરતા અલગ પડે છે અને તેમા હિન્દુ જીવન પદ્ધતિ પણ. હિન્દુઓમા સોળ સંસ્કારમા વિવાહ એક સંસ્કાર ગણવામાં આવ્યો છે જ્યાં ફક્ત બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવાર સાથે જોડાય છે અને આ જોડાણથી પરિવાર , સમાજ , રાષ્ટ્ર અને વિશ્વકલ્યાણની ભાવના જોડાયેલ છે. વિવાહ સંસ્કારની વિધીમા બધી જ્ઞાતિ ,જાતિ અને સગા વ્હાલાની સહભાગીતા હોય છે. અહી સપ્તપદી સંસ્કાર છે. માતા પિતા કન્યાદાન કરે છે.
અમારા સહપાઠી અને ભૌતિક વિજ્ઞાની ડો ઘનશ્યામ આદ્રોજા અને જાગૃતિબેન જેઓ ઇગ્લેન્ડમા રહે છે .તેઓ પોતાના પુત્રે ડો નૈમિષના લગ્ન માટે તેમના ત્યાંજ વસતા વેવાઇ સાથે ભારતમા લગ્ન ગોઠવવા નક્કી કર્યુ. નૈમિષ અને ડો તન્વીની આ વિધી ગોવામાં મડગાંવ સ્થિત ઝુરી વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં ગોઠવાઇ.
ઘન્શ્યામભાઇ મૂળ પીપળીયા ગામના વતની અમારી સાથેના વીસી હાઈસ્કૂલના સહાધ્યાયી અને વૈજ્ઞાનિક જેઓ ઇગ્રુલેન્ડમાં રુથરફોર્ડ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે અને યોગેશભાઈ પટેલના બનેવી છે .હું અને ડોક્ટર અમલાણી સાહેબ આ લગ્નમાં જોડાયા.
ભારતમાં લગ્ન કરવા આવે ભારતીય સંસ્કાર પ્રણાલી અને વૈવિધ્ય પદ્ધતિ પ્રમાણે લગ્નની અપેક્ષા રાખે તથા દરિયા કિનારાના બીચ ઉપર બ્રહ્મ દેવતાના સંસ્કૃતના શુદ્ધ શ્લોક અને અંગ્રેજીના ભાવાર્થ સાથે સંપૂર્ણ લગ્ન વિધિ થાય એ આનંદ અને ગર્વની વાત છે .બધા જ મહેમાનોની બધા જ પ્રકારની આગતા સ્થાપતા થાય એટલું જ નહીં પરંતુ વિદેશથી આવેલા તેમના મહેમાનો મૂળ વિદેશના હોવા છતાં ભારતીય વેશ પરિધાન પ્રસંગો પ્રમાણે કરે બધા જ પ્રસંગોમા આનંદ ભર્યો ભાગ લે .ગુજરાતી ગરબા થી માંડીને પંજાબી ભાંગડા સુધીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાનો પ્રયત્ન કરે .ઘનશ્યામભાઈ અને જાગૃતીબેન દ્વારા દરેક વ્યક્તિની અંગત કાળજી લેવાય .સ્વાગત માળા , અલ્પાહાર ,રાત્રિની સંગીત સંધ્યા સવારનો વિશેષ અલ્પાહાર ,હલ્દી નો કાર્યક્રમ મીઠા અને ઠંડા પીણાઓ, બપોરનું ભોજન ,રાત્રી લગ્ન પહેલા સાફા બાંધલા, અનેક આનંદસભર કાર્યક્રમ રહ્યા.ગુજરાતી અને રાજસ્થાની સાથે હોવાની રીતભાત સંસ્કાર ભળ્યા.
ગોવામાં હોઈએ અને આપણા કાર્યક્ષત્રમાં હોવા છતાં શાખાએ ન જઈએ તો કેમ ચાલે ! આગલી રાત્રે શેખરજી વિભાગ સહકાર્યવાહ સાથે વાત થયા મુજબ મડગામમાં મારુતિ ટેમ્પલ માં પ્રભાત શાખા લાગે છે ત્યાં જવાનું થયું અને સંઘ શતાબ્દી વર્ષમાં કરવાના કામોમાં સજ્જન શક્તિ સહભાગમા સંસ્થા અને મંદિરો કેન્દ્ર બને એવો સંવાદ થયો યાદગાર લગ્ન રહ્યા એટલુંજ નહિ જૂના મિત્ર, તેના પરિવાર તથા સગાવ્હાલા સાથે સત્સંગ થયો .







Comments
Post a Comment