મણકો ૩ ચોટીલા ડુંગર પરિક્રમા, સંતોનો સમાગમ ધર્મજાગરણ કાર્યકર્તાઓ સાથે દિ ૩૦.૩.૨૫ ચૈત્ર સુદ૧ યુગાબ્દ ૫૧૨૭
ચોટીલા ચામુંડા માતાની ડુંગર પરિક્રમા તારીખ 30 માર્ચ 2025 ચૈત્ર સુદ એકમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મજાગરણ સમન્વય વિભાગ અંતર્ગત સમાજની આર્થિક અને સામાજિક રીતે નબળી જ્ઞાતિઓ માં થતો ધર્માતારણ મતાંતરણ રોકવા માટે વિવિધ ગતિવિધિઓ ચાલે છે. હિન્દુ સમાજના નબળા ,થોડું ઓછું ભણેલા અને હિન્દુ સમાજની કડીના નબળા ભાગને અન્ય ધર્મ પરાવલંબીઓ લોભ, લાલચ ,ગેરસમજણ એન કેન પ્રકારે હિંદુ ધર્મમાંથી પોતાના વિધર્મમાં લઈ જાય છે .સ્વામી વિવેકાનંદ એ કહ્યું હતું કે હિન્દુમાંથી એક વ્યક્તિ જવાથી એક હિન્દુ ઘટતો નથી પરંતુ એક હિન્દુનો દુશ્મન વધે છે . આ વિષયને અનુલક્ષીને ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ધાર્મિક સ્થાનો મંદિરોને જોડતી યાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમોના કારણે સમાજના આવા નબળા વર્ગોને હિન્દુ સમાજમાં પોતાની સંસ્કૃતિ રીત રૂઢિઓ ગતિવિધિ જાળવતા સમરસ સમાજનું નિર્માણ કરવાનો ક્રમ પ્રવૃત્તિ ચાલે છે .આ માટે ચાલતી અનેક ધાર્મિક યાત્રાઓમાં છેલ્લા પાંચ વર્ષથી શરૂ થયેલી એક એટલે ચોટીલાના ચામુંડા માતાના ડુંગર ની પરિક્રમા . આ યાત્રામાં માં ચામુંડા ના આસ્તિકો ખ...