મણકો-૧ જમનભાઇ ઠકકર( રામને ભજીલો)



 મણકો:૧ 

દિનાંક ૨૬.૩.૨૦૨૫     જમનભાઈ ઠક્કર ( રામને ભજીલો)બુધવાર સવારે. ૭.૩૦ વાગ્યે  

આજે સવારે મોરબીની મહાવીર પ્રભાત શાખા દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે સેવા સંસ્થાની મુલાકાત લેવાનું નક્કી થયો હતું. શાખાએ થી છૂટીને બધા જમનભાઈ ઠક્કરને મળવા હરિહર અન્ન ક્ષેત્રના સ્થળે પહોંચ્યા જે લાતી પ્લોટ મેઇન રોડ પર આવેલું છે. જમનભાઈ એટલે જુના સદભાવના પરિવારના કર્તા હતા .તેઓ રામને ભજીલો નામના ભજન થી ખૂબ જાણીતા .મોરબીના જુના સેવાભાવી અને ધાર્મિક વ્યક્તિમાં ઓ  માંહેના એક .તેઓની ભજન મંડળી સદભાવના ધૂન પરિવાર તરીકે ઓળખાતી .આજ સંસ્થાના ઉપક્રમે કરેલી રમેશભાઈ ઓઝા ની કથા ના કારણે એકત્ર થયેલ બચતમાંથી સદભાવના હોસ્પિટલ શરૂ થઈ હતી જેમાં મારે ડોક્ટર તરીકે સૌપ્રથમ આવવાનું થયું હતું .

      જમનભાઈ એટલે સેવાના ભેખધારી. કોઈ બીન વારસી લાશ ની અંતિમ ક્રિયા કરવાની હોય ,એમ્બ્યુલન્સમાં કોઈ દર્દીને અન્ય સ્થળે લઈ જવાનું હોય ,કોઈના મૃતદેહને ઘરે પહોંચાડવાનો હોય કે દર્દીને દવા આપવાની હોય આવા અનેક કામો કરવા ટેવાયેલા.તેઓએ ડૉ કાતરિયા સાહેબ સાથે મળીને આંખના કેટલાય કૅમ્પો કરેલા. સદભાવના હોસ્પિટલ પછી પોતાના ઘરે જલારામ દવાખાનું પણ સેવા ભાવથી શરૂ કરેલ જેમાં ડો અનિલભાઈ આશર સેવા આપતા. 

     તેમની સેવા થી પ્રેરાઈને હરજીવનભાઇ દીવાકર જે  હરિહર અન્નક્ષેત્ર  ચલાવતા તે તેમની વિદાય પછી જમનભાઈએ સાંભળ્યું. રોજ ત્યાં આવતા ગરીબ ગુરબાને જમાડવા અને ૧૦૦ થી વધુ ટિફિન પહોચતા કરે છે. બધીજ ખરીદી અને તૈયારી સ્વયં કરે છે. તેમના દીકરા હરેશભાઈ કામમાં મદદ કરે. પોતાના પરિવારના બધા સભ્યો તેમને સહાય કરવા તત્પર હોય છે. કોઈ કથા, પ્રસંગ, યાત્રા કે સંઘ હોય તેને ભોજન પૂરું પાડે છે. તેમના મત મુજબ વસ્તુ અને દાનનો સતત પ્રવાહ ચાલુ રહે છે.  પૈસાની નહીં કામ કરનાર અને  સમય આપે તેવા માણસોની જરૂરીયાત વધુ રહે છે. તેમની ઇચ્છા એક આંખની હોસ્પિટલ બનાવવાની પણ છે. ૮૫ વર્ષની ઉંમરે યુવાનની જેમ દોડાદોડી કરી શકે છે. ગુજરાત સરકાર, લોહાણા સમાજ અને બીજાં દ્વારા તેમની સેવાની બિરદાવી ને એવોર્ડ પણ અપાયેલ છે. તેમના દિવંગત દીકરા સંજયભાઈ જડેશ્વર પ્રભાત શાખાના સ્વયંસેવક હતા. જમનભાઇ ના સંસ્થાની સખાવત જૂનાગઢ વગેરે સ્થળે પણ થાય છે. 

રામને ભજીલો થી જાણીતા એવા અન્ન દાતા જામનભાઇ ને ખૂબ ખૂબ સાધુવાદ.

Comments

Popular posts from this blog

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત