મણકો-2 મુલાકાત મોરબી કલેકટરશ્રી કિરણ ઝવેરી અને ડીડીઓ શ્રી પ્રજાપતિ સાહેબ



 રા. સ્વ. સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક ગયા સપ્તાહમાં બેંગ્લોર મુકામે પૂર્ણ થઇ. ત્યાં થયેલ સંઘના પ્રસ્તાવ અને સંકલ્પ પત્ર તથા થોડી માહિતી આપવા માટે હું અને એડવોકેટ તથા સંઘના મોરબી જીલ્લા પ્રચાર પ્રમુખરાજુભાઇ  બદ્રકીયા ગયા હતા. બપોરે એક પંછી મુલાકાતનો સમય હતો. સંઘની પ્રતિનિધી સભાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિત તથા મુશ્કેલી માટે હિન્દુ સમાજ, સંગઠનો, સજ્જન શક્તિ, ભારત સરકાર અને અંતરરાષ્ટ્રીય સંશ્થાઓને મદદ કરવા આહ્વાન કરાયું છે. તેમજ સંઘ સ્થાપનાને લઇ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઇ સંઘની યાત્રા, પડાવ, મુંસ્કેલી અને વધતી સેવા અને સ્વીકાર્યતા અંગે સંકલ્પ પત્ર જાહેર કરેલ છે. આ બંને પત્રો તથા સંઘ વિચારની પુસ્તિકા ભેટ આપી. તેઓના અંગત, પરિવાર અને મિત્રોના સંઘ સંબંધો યાદ કરેલ . પોતાના વહીવટી કામોની વ્યસ્તતા અને મર્યાદા વચ્ચે પ્રજાલક્ષી કામ કરવાનું ખૂબજ જહેમત માંગી લે છે. બંનેએ તેમનો સંઘ કાર્યકર્તાઓના સંબંધો પણ યાદ કર્યા હતા. સંઘના કામ તથા અન્ય વિષયો માટે મદદરુપ થવાની તત્પરતા પણ બતાવી હતી. હકારાત્મક વાતો સાથે પરત ફર્યા . 

Comments

Popular posts from this blog

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી મોરબી . દિનનાં ૨૧.૬.૨૦૨૫

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫