મણકો ૩ ચોટીલા ડુંગર પરિક્રમા, સંતોનો સમાગમ ધર્મજાગરણ કાર્યકર્તાઓ સાથે દિ ૩૦.૩.૨૫ ચૈત્ર સુદ૧ યુગાબ્દ ૫૧૨૭








 


      ચોટીલા ચામુંડા માતાની ડુંગર પરિક્રમા તારીખ 30 માર્ચ 2025 ચૈત્ર સુદ એકમ 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મજાગરણ સમન્વય વિભાગ અંતર્ગત સમાજની આર્થિક અને સામાજિક રીતે નબળી જ્ઞાતિઓ માં થતો ધર્માતારણ  મતાંતરણ રોકવા માટે વિવિધ ગતિવિધિઓ ચાલે છે. હિન્દુ સમાજના નબળા ,થોડું ઓછું ભણેલા અને હિન્દુ સમાજની કડીના નબળા ભાગને અન્ય ધર્મ પરાવલંબીઓ લોભ, લાલચ ,ગેરસમજણ એન કેન પ્રકારે હિંદુ ધર્મમાંથી પોતાના વિધર્મમાં લઈ જાય છે .સ્વામી વિવેકાનંદ એ કહ્યું હતું કે હિન્દુમાંથી એક વ્યક્તિ જવાથી એક હિન્દુ ઘટતો નથી પરંતુ એક હિન્દુનો દુશ્મન વધે છે .

      આ વિષયને અનુલક્ષીને ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ધાર્મિક સ્થાનો મંદિરોને જોડતી યાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમોના કારણે સમાજના આવા નબળા વર્ગોને હિન્દુ સમાજમાં પોતાની સંસ્કૃતિ રીત રૂઢિઓ ગતિવિધિ જાળવતા સમરસ સમાજનું નિર્માણ કરવાનો ક્રમ પ્રવૃત્તિ ચાલે છે .આ માટે ચાલતી અનેક ધાર્મિક યાત્રાઓમાં છેલ્લા પાંચ વર્ષથી શરૂ થયેલી એક એટલે ચોટીલાના ચામુંડા માતાના ડુંગર ની પરિક્રમા . આ યાત્રામાં માં ચામુંડા ના આસ્તિકો ખાસ કરીને આ વિસ્તારમાં અને આજુબાજુમાં વસતા મધ્યમ અને નબળી પ્રકારની આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિના લોકો વસે છે તે મોટેભાગે જોડાઈ છે.

        આજથી પાંચ વર્ષ પહેલા 50 કાર્યકર્તાઓની નાની સંખ્યાથી ચોટીલા ડુંગરની પરિક્રમા શરૂ થઈ હતી. સ્થાનિક સંત મહંત, કાર્યકર્તા અને આજુબાજુમાં વસતા માતાજીના માઇ ભક્તોના કુટુંબીઓને લઈને આ યાત્રા શરૂ થઈ હતી .વચ્ચે કોરોનાના કારણે થોડી રૂકાવટ આવી હતી. પરંતુ ફરીથી કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે છેલ્લા ત્રણેક વર્ષથી યાત્રાનું મહત્વ ધીરે ધીરે વધતું જાય છે .

        આ વખતે ચૈત્ર સુદ એકમ પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસ અને વર્ષ પ્રતિપ્રદા એટલે કે ગુડી પડવાના દિવસે આ યાત્રા શરૂ કરવાનું નક્કી થયું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ જાગરણ સમન્વય વિભાગના કાર્યકર્તાઓએ આસપાસના ગામો ના જુદા જુદા ધાર્મિક મંડળો સંપ્રદાયના ભજન મંડળો અને સ્થાનિક જ્ઞાતિ જાતિના સંતોને અગાઉથી મળ્યા હતા અને આ પરિક્રમામાં જોડાવવા માટેનો આમંત્રણ આપ્યું . પરિણામ તારીખ 30  માર્ચ રવીવાર ચોટીલા ડુંગરના 

 

વાતાવરણમાં જોવા મળ્યું.

       અમે જ્યારે ચોટીલા પહોંચ્યા ત્યારે ચોટીલા માતાજીના મંદિરે જવાના રસ્તા ઉપર માનવ વેદની ઉભરાઈ હતી .ચાલીને જવામાં હૈયે હૈયું દળાય જાય એટલી ગરદી હતી .બધાની નજર ડુંગર ઉપર માતા ચામુંડા ના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ભાવથી પ્રયાણ થઈ રહ્યા હતા .ચોટીલા ડુંગર ની પરિક્રમા શરૂ કરતાં પહેલાં નવગ્રહ મંદિરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં એક ધર્મ સભા રાખવામાં આવી હતી. આ પરિક્રમાએ ફક્ત પુણ્ય કમાવાની એક પરિક્રમા નહીં પરંતુ સમાજ જાગરણ ,સમાજની સુરક્ષા અને હિન્દુત્વના રક્ષણ માટે સમાજની એક એક વ્યક્તિને જાગૃત કરવાની વિચાર સાથે શરૂ થયેલી પરિક્રમા હોવાથી ધર્મ સભામાં આ વિષય સમજાવવા માટેનો પ્રયત્ન હતો .

         નવગ્રહ મંદિરના પ્રાંગણમાં સુંદર સજાવેલા મંડપમાં અગાઉથી પરિક્રમા યાત્રીઓ ધર્મ જાગરણ વિભાગના કાર્યકર્તાઓ સંતો મહંતના અનુયાયો અને માઈ ભક્તોથી પ્રાંગણ અકળે ઠઠ ભરાયેલું હતું .બધા જ સંતોના આગમન સાથે બધાએ સભાસ્થાન ની અંદર પોતાનું સ્થાન લીધું .મુખ્ય માર્ગદર્શક અને વક્તા તરીકે તેજાબી સંત ચોટીલામાં જેનો જન્મ થયો હતો અને અહીંજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેવા બચપણથી સંઘના સ્વયંસેવક રહી ચૂકેલા 76 વર્ષની ઉંમર પરંતુ મનથી યુવાન એવા બોટાદના ભજનાનંદ આશ્રમ ના પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતી ઉપસ્થિત હતા. આ વિસ્તારમાં ખૂબ જ નામના ધરાવતા પ્રેમબાપુ પણ ઉપસ્થિત હતા . ચોટીલા ડુંગરના મહંત મનસુખગીરી મહારાજ.પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ધાર્મિક ભજનો અને ગરબા માટે વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ તથા મહિલા ગાયિકા હેમાવીબેન જોશી ઉપસ્થિત હતા. માયાભાઈ આહીર આવવાની રાહ જોવાઈ રહી હતી .

        ધર્મ જાગરણ વિભાગ દ્વારા બધાનું પુષ્પ માળાઓથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત થઈ. ધર્મ જાગરણ વિભાગનું આ પરિક્રમા ના યાત્રાના હેતુ અને સંઘનો વિચાર મૂકવાનો કામ મારા ભાગે હતું. એ વિષય મેં ટૂંકમાં કહ્યું 

         માયાભાઈ આહીરે કહ્યુંકે: અહીંયા ઉપસ્થિત થયા માતાના ભક્તો એટલે જાણે દરિયાના મોજા જેને ગણવા મુશ્કેલ. હેમંતભાઈ ચૌહાણના પ્રશંસા  કરતાં કહ્યું માતાજીના ગરબા માં તેમણે વિશ્વ રેકોર્ડ બનાવેલો છે. આ ચોટીલા ડુંગર ની પરિક્રમા નથી માતા ચામુંડાની પરિક્રમા છે કારણ કે ડુંગર પોતે જ માં નું સ્વરૂપ છે. બ્રહ્માંડનું પ્રતિક રૂપ સ્વરૂપ એટલે ચોટીલા ડુંગર. આકાશ જેનું ઓઢણું છે. માં 

 

ચામુંડા તો આપણે જુઓ વિચાર કરીએ એ સ્વરૂપમાં આપણી સામે હાજર થાય છે .આપણા વિચાર અને આપણે જોઈ શકીએ એવડા સ્વરૂપે દેખાય છે .જો વિશાળ સ્વરૂપે દેખાય તો આપણે એને જોઈ પણ ન શકીએ ,સહન પણ ન કરી શકીએ. આખો ડુંગર જોવા માટે થોડે દૂરથી જોવું પડે એમ માતાજીને જોવા માટે પણ થોડું અંતર રાખીને જોવું પડે. માતાજીનું શક્તિ સ્વરૂપ કેવું છે કે રક્ત બીજ જેવો રાક્ષસ વિચારે કે મારા એક રક્તના ટીપા માંથી અનેક રક્તબીજ ઉત્પન્ન થઈ શકે તો આ માતાનું આ ખપ્પર શું કામ કરી શકશે ? પરંતુ માતાજીનું એક ખપ્પર તો અનેક સમુદ્રને પણ સમાવી લે એવું વિશાળ છે. ભગવાન અને માતાજી એવા છે તે ખૂબ મોટા છે પરંતુ એને વિશાળતાની ખબર પણ નથી પડતી જેવી રીતે ગીતાનું જ્ઞાન આપનાર કૃષ્ણનું મહત્વ અને વિશાળતા અર્જુનને ત્યાં સુધી ન સમજાણી જ્યાં સુધી તેણે વિશ્વરૂપ દર્શન કરાવ્યું . તેમનો તાગ મેળવવો મુશ્કેલ છે. હનુમાનજી મહારાજ સીતાજીની શોધમાં જ્યારે લંકા જાય છે ત્યારે વિભીષણ  ના ઘરમાંથી રામ નામ નો અવાજ સાંભળીને તેને મળે છે. તેઓ તેને કહે છે રાવણનો સાથ છોડીને રામની સાથે જોડાવ. રામનું નામ લેવાથી નહીં પરંતુ રામનું કામ કરવાથી રામ દર્શન થાય છે. તેવી જ રીતે ફક્ત મા ચામુંડાનું નામ જાપ અને અનુષ્ઠાનથી માતાજી પ્રસન્ન નથી થતા તેનું કામ એટલે સર્વ સમાજને સ્વીકારીને સાથે ચાલવાનું કામ ન કરીએ ત્યાં સુધી માતાજી પ્રસન્ન કઈ રીતે થાય. સમાજમાં નાના-મોટા ના ભેદ ભૂલીને સમાજમાં કોઈ નાના નથી કોઈ મોટા નથી એમ માનીએ ને યાદ રાખીએ કે નાના તો એ છે કે જે બીજાને નાના માને છે. .આભડછેડ ત્યારે લાગે કે જે આ આભડછેટ પાડતા હોય ને તેને અડીએ.  કોરોના ની બીમારીમાં સેવા લેતી વખતે સેવા કરનારની જ્ઞાતિ જાતિ આપણે પૂછતા નહતા. હરગીજ  નહીં. ત્યારે આપણે માતાજીના કામ માટે આગળ વધીએ ત્યારે આપણી બધી જ ચિંતા માતાજી કરે છે. 

       આપના પોતાના સ્વાર્થ પણસમાજની નુકસાન કરી શકે પરંતુ સફળ  વ્યક્તિ સમાજને સશક્ત રાખી શકે છે. અમે સંતો મેરાયો લઈને નીકળ્યા છીએ અમારા વાણીરૂપી શેરડીના સાઠામાં શ્રદ્ધા શ્રદ્ધા રૂપિ ટોપરૂ મૂકીને સંતોની કૃપા રૂપી જ્યોત લઈને માં ચામુંડા ની પરિક્રમા એ નીકળ્યા છો ત્યારે આમાં અઢારે વર્ણ શ્રદ્ધા સમરસતા નું દિવેલ પૂરાવે . આવો બધા નાના મોટાનો ભેદભાવ મુકીએ એક બનીએ .સાચો ધર્મ નિભાવી. મારું તમારા ની ભાવના ભૂલીને આપણા બધાનો એક શ્વાસ બને એવું પ્રયત્ન કરીએ આપણું દિલ મોટું રાખી એ. સંતો તો બધા 

 

ભગવાન  સમાન છે અમે તો કલાકારો મંદિરની બહાર શોભાની પૂતળીઓ સમાન છે.

   હેમાલીબેને " ચોટીલે ડાકલા વાગ્યા" ગરબાની પંક્તિ ગાયને ભક્તિમય વાતાવરણ બનાવ્યું.હેમંતભાઇ ચૌહાણે પણ દૂહા છંદની રમઝટ બોલાવી 

      પૂ.મહારાજ શ્રી શંભુનાથજી ટૂંડીયાજી એ ( ધારાસભ્ય અને ઝાંઝરકાના ગાદીપતિ) કહ્યુકે આ પરિક્રમાનો શુભ વિચાર આપનાર રા સ્વ. સંઘ છે.ચૈત્રી નવરાત્રીની શુભકામના આપી છે. ભક્તિના આ ઘોડાપુરમાં શ્રદ્ધામાં પાપ ધોવા નહીં નવા પુણ્ય કમાવા કરીએ.હિન્દુ સમાજને વારેઘડીએ જગાડવા પડે છે. માતા તાનોટ પાકિસ્તાનના બોમ્બને નકામાં બનાવે છે. રાજબાઈમાં વાઘ બનીને દિલ્હીના બાદશાહને બીક બતાવે છે. હું આની પહેલી યાત્રાથી જોડાયો હતો.આજે ઉતરોતર સંખ્યા વધતી જય છે.સંતોના આશીર્વાદ અને સંઘના સ્વયં સેવકોની મહેનત અહીં ઉપયોગી છે .લશ્કરના સૈનિકો સરહદની સુરક્ષા કરે પરંતુ સમાજની આંતરિક સુરક્ષા આવા કાર્યકર્તાઓ કરે છે. માય ભક્તોના એકત્રિત સંગઠિત બળથી સમાજને શક્તિ મળે છે. ભગવાનના મંદિરો આશ્રમો જગ્યાઓ અને યાત્રાઓ હિન્દુઓને સંગઠિત કરવામાં ઉપયોગી થશે. અને આવા સ્થાનોમાં વધારે વર્ણના લોકો બધા જ ભેદભાવ ભૂલીને એક સાથે હરિહરનો સાદ કરે છે .કુંભ મેળો સૌથી મોટું ઉદાહરણ છે. જ્યાં 64 કરોડથી વધારે લોકોએ પવિત્ર સ્નાન કર્યું. પરંતુ આવા પવિત્ર કામમાં પણ પાણીના સેમ્પલ લઈને દખલ કરવાવાળા છે વહેતી નદીના સ્નાનમાં અનેક પ્રકારના સેમ્પલ લઈને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે અન્ય જગ્યાએ એક જ સ્થાનમાં હાથપગ ધોવાની રીતની કોઈ દરકાર કરતું નથી.

      પૂજ્ય આત્માનંદ સરસ્વતી મહારાજે કહ્યુકે નાનપણ મારું અહીં ચોટીલામાં વિત્યું અને હું 10 મિનિટમાં ચોટીલા ડુંગર ચઢીને ઉતરી જતો. મારો સંઘમાં પ્રવેશ થયા ને 70 વર્ષ થઈ ચૂક્યા છે. અહીંયા જેમ ચોટીલા ડુંગર ની પરિક્રમામાં કેન્દ્રસ્થાને માતા ચામુંડા છે તેમ હિન્દુ સમાજમાં કેન્દ્રસ્થાને રાષ્ટ્ર રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ રાષ્ટ્ર માટે સર્વસ્વ કરવા માટે સ્વાર્થ છોડીને એકત્ર થવું જોઈએ. સમરસતા જિંદગી છે અને વિષમતા એ નુકસાન કરતા છે. આવી પરિક્રમાઓથી રાષ્ટ્ર કેન્દ્રસ્થાને રહેવાથી સમરસતા નિર્માણ થવામાં ખૂબ જ મદદ રહેશે. આપણે આપણી વિરાસતને  સાચવવી જોઈએ. ઇતિહાસમાં જોવા જઈએ તો આપણા લોહીની અંદર સમરસતા જોવા મળે છે એને સાચવવી પડશે. આપણી આવતી 

 

પેઢી રાષ્ટ્ર ધર્મમાં આશક્ત બને ખૂબ મહત્વનો છે. સિકંદર ના ગુરુએ સિકંદરની ભારતમાંથી વિરાસતના બિંદુઓ એટલે કે જ્ઞાન ગુરુ ,વાંસળી ,ગંગાજળ વેદો અને ઉપનિષદ લાવવા કહ્યું હતું. સનાતન ધર્મ આપણી વિરાસત છે આપણા વિચારોને આપણે બચાવી રાખીએ તો આપણે સમાજ તરીકે બચી રહીશું.. ધર્મજાગરણ વિભાગ આ માટે કામ કરી રહ્યો છે આપણે તન મને ધન તેમની સાથે જોડાઈએ.માતૃ શક્તિએ આ માટે કામ કરવું પડશે.

     આમ ધર્મ સભા પૂર્ણ થયા પછી ઘુમંતુ જાતિના સંતો દ્વારા માં ચામુંડા ની આરતી કરીને ધ્વજ સાથે પરિક્રમા ની શરૂઆત થઈ સાધુ-સંતો કાર્યકર્તાઓ અને અનેક પરિક્રમાવાસીઓ આ પરિક્રમામાં જોડાયા પરિક્રમાનો રસ્તો નવગ્રહ મંદિર થી બહાર નીકળી મુખ્ય રસ્તા પરથી થઈને ચોટીલાના ચામુંડા ડુંગરને ફરતો ક્રમ રહ્યો .રસ્તામાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનું અંગદાન માટેનું જાગૃતિનું સ્ટોલ હતો. જ્યાં શ્રી દિલીપભાઈ દેશમુખ ઉર્ફે દાદા તથા અન્ય કાર્યકર્તાઓ અંગદાન માટે પરિક્રમાવાસીઓને માહિતગાર કરતા હતા. કેટલાયના ફોર્મ ભરાયા કેટલાયને એની માહિતી પત્રકો આપ્યા હતા. સમગ્ર પરિક્રમા ના રસ્તામાં ઠેર ઠેર ઠંડુ પાણી શરબત ઠંડી છાશ ના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા સ્ટોલ નખાયા હતા તેનો લાભ પણ લીધો .પરિક્રમા ના પૂર્ણાહુતિના અંત પાસ રહેલા કબીર આશ્રમના પાસે મોરબીની ગુર્જર સુથાર જ્ઞાતિ ના કાર્યકર્તાઓ દ્વારા રહેલ છાશ કેન્દ્રનો લાભ પણ લીધો કબીરાશ્રમ પાસે ચાલી રહેલી ધૂન ભજન સભાની અંદર ઉપસ્થિત રહી અને ભજનાવલી નો આનંદ માણ્યો.ત્યાં અનેક લોકો માટે ભોજન ની વ્યવસ્થાપન હતી . નવગ્રહ મંદિરમાં ચાલી રહેલી હવનની પ્રક્રિયામાં આહુતિ પણ આપી

     ધર્મ જાગરણ વિભાગની આ પરિક્રમામાં કામ કરનાર કાર્યકર્તાઓની ભોજન વ્યવસ્થા પણ અદભુત હતી. જ્યાં સંતો અને મુખ્ય કાર્યકર્તાઓનું ભોજન હતું. પરિક્રમાવાસીઓ માટે કબીર આશ્રમ અને મંદિરના સામુહિક રસોડામાં વ્યવસ્થા હતી .આમ પરિક્રમાનો પૂર્ણ લાભ લઈને બધા જ કાર્યકર્તાઓ માતાજીના જય જય કાર સાથે આવતા વર્ષની પરિક્રમાને ઓર વધારે અદભુત અને વિશાળ બનાવવાના મન સાથે છૂટા પડ્યા.

Comments

Popular posts from this blog

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત