મણકો: ૫ દિનાંક 6.4.25. રત્નાગીરી પતિત પાવન મંદિર દર્શન
દિનાંક 6.4.25. રત્નાગીરી પતિત પાવન મંદિર દર્શન
પશ્ચિમ ક્ષેત્રની ક્ષેત્ર બેઠક માટે આ વખતે કોકણ પ્રાંત રત્નાગીરી વિભાગ રત્નાગીરી શહેર માં નક્કી થયી હતી અગાઉ વિચાર્યા મુજબ મુંબઈની સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં નીકળીને વહેલી સવારે ૬ તારીખે મુંબઈ દાદર પહોંચી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને રત્નાગીરી ઉતર્યા .રત્નાગીરી રેલ્વે સ્ટેશન થી રત્નાગીરી કાર્યાલય પર જતાં સુધી સાથે આવનાર કાર્યકર્તા એડવોકેટ સંદેશ સહાને માહિતી આપી કે અહીંયા રત્નાગીરીમાં વીર સાવરકર પોતાના ઘરે પોલીસ પ્રતિબંધના કારણે નજર કેદ રહ્યા હતા .અને એ સમય દરમિયાન તેમણે અસ્પૃશ્યોને પણ પ્રવેશ મળી શકે તેવા મંદિર પતીત પાવન મંદિર બનાવયુ હતું.
સંપૂર્ણ દિવસની બેઠકના સત્રો પૂરા થયા પછી રાત્રે બેઠકમાં આવેલા બધા કાર્યકર્તાઓએ વીર સાવરકરે બનાવેલો પતિત પાવન મંદિર જોવા માટે નીકળ્યા. સંઘ કાર્યાલયથી નજીક જ આવેલ આ પતિભવન મંદિર છે .આપણે જાણીએ છીએ કે સ્વાતંત્ર વીર વીર સાવરકર આંદામાન નિકોબારની જેલમાં કાળા પાણીની સજા ભોગવ્યા પછી અંગ્રેજોએ મુક્ત કર્યા હતા. પરંતુ તેમને રત્નાગીરીમાં નજર કેદ રાખીને ત્યાંથી બહાર જવાનો પ્રતિબંધ રાખ્યો હતો. ઘરમાં જ બંધિત બનાવ્યા હતા .આ સમય દરમિયાન વીર સાવરકર સ્વાતંત્ર્યની ઘરબેઠા અનેક પ્રવૃત્તિઓમાં કાર્યરત હતા .તેમના મનમાં અંદરખાને એક વિચાર વારંવા વિચારી રહ્યા હતા કે આપણા હિન્દુ સમાજમાં કહેવાતા દલિત, પીડિત ,શોષિત અનુસૂચિત જાતિના બંધુઓ અસ્પૃશ્ય ગણાય છે અને તેમને ગામના સામાન્ય મંદિરોમાં પ્રવેશ પડતો નથી .એમણે મનમાં વિચાર કર્યો કે હું અહીંયા રત્નાગીરીમાં એક મંદિર એવું બંધાવવું કે જેની અંદર બધા જ લોકોને પ્રવેશ હોય .પોતાના વિચાર માટે ગામની મધ્યમાં એક જમીન લીધી પોતાના મિત્ર ,સહયોગી અને હિન્દુ ધર્મના સંગઠિત સ્વરૂપને માનવા વાળા લોકોના સહયોગ મળ્યો .તેણે એક મંદિર બનાવ્યું જેનું નામ આપવામાં આવ્યૂ પતિત પાવર મંદિર .આ પતિત પાવન મંદિરમાં સમાજના બધા જ વર્ગોને આવીને દર્શન કરવાનો છૂટ રાખી હતી. ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપી .આઝાદી મળ્યા પછી થોડું ઠીક ઠાટ કરવામાં આવ્યું એ જ મંદિરના પ્રાણગઢમાં વીર સાવરકરનો એક સ્ટેચ્યુ મંદિર સામે નજર નાખતા હોય તેમ રાખવામાં આવેલ છે .એ મંદિરની અંદર એક મોડેલ જેવી કૃતિ પણ દર્શાવવામાં આવ્યું છે એ કૃતિમાં સમાજમાં વ્યક્ત અલગ અલગ બંધીઓને( સપ્તબંધી) તોડવાનું કામ વીર સાવરકરે સમાજને સાથે રાખીને કરયુ એવું મોડલ રાખવામાં આવેલ છે .આસપાસનો સુંદર સુગમ્ય લીલોતરી વાતાવરણ છે. સાથે
સાથે આ જ પ્રાંગણમાં વીર સાવરકરને લગતી અનેક વસ્તુઓનું એક સંગ્રહાલય પણ છે .
વીર સાવરકરની સાથે કામ કરનાર એ વખતના આઝાદીના લડવૈયાઓ અને ક્રાંતિકારીઓના ચિત્રો ,વીર સાવર કરે ઘણા જ મળવા આવેલા દેશભક્ત નેતાઓની લીધેલી હાથની છાપો, વીર સાવરકરના ઉપયોગમાં આવેલા અંગત સાધનો અને વીર સાવરકર જ્યારે સમુદ્રમાં સ્ટીમરમાંથી કૂદી પડ્યા હતા એ સ્ટીમરનું મોડલ સહિતની વસ્તુઓ ત્યાં સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. આવનાર વ્યક્તિઓને સંગ્રહાલયમાં વીર સાવરકરની વસ્તુઓ જોઈને દેશભક્તિ માટે રાષ્ટ્રને સ્વતંત્ર કરાવવા માટે એક વ્યક્તિએ કેટલું બલિદાન આપ્યું હતું એનું તાદ્રશ્ય ચિત્ર દેખાય છે .અમારી સાથે આવેલા અમારે પ્રચારક કાર્યકર્તાએ વીર સાવરકર રચિત એક ગીત પણ બધાની સંઘિક ગવડાવ્યું.સ્થાનિક પતિત પાવન મંદિરની વ્યવસ્થા સંભાળતા ટ્રસ્ટીઓ શ્રી એડવોકેટ શ્રી પ્રદીપ તથા બાબુ પરણેતર શ્રી ઉન્મેષ સિંઘેએમને અહીંના વ્યવસ્થા, ઇતિહાસ, તે સમયનું વાતાવરણની વિગતવાર માહિતી આપી. વીર સાવરકરના દેશભક્તિ યુક્ત આ વાતાવરણમાં માહિતી આપનારા બંને કાર્યકર્તાઓના પૂર્વ વારસદારો જેમણે વીર સાવરકર સાથે કામ કરેલ હતું.પોતાનો પરિવાર પરંપરાગત રીતે સાવરકર ના વિચાર અને કાર્ય સાથે સંકળાયેલો છે એવા ગર્વયુક્ત બંને કાર્યકર્તાઓને મળીને આનંદ થયો.વીર સાવરકર ના વિચારો અને ગુજરાતના પ્રખ્યાત લેખક ડોક્ટર શરદ ઠાકરે જેમને સિંહ પુરુષ પુસ્તક લખ્યું છે તે વિચારોને વાગોળતા આજનો દિવસ કાર્ય થયું.




Comments
Post a Comment