મણકો: ૬ કમલેશભાઈ પંડ્યાનો જન્મદિન અને સમરસતા નો અનોખો અનુભવ
કમલેશભાઈ પંડ્યાનો જન્મદિન અને સમરસતા નો અનોખો અનુભવ
દિનાંક ૯.૪.૨૫ બપોરે ૧.૩૦ વાગ્યે.
આજે કમલેશભાઈ પંડ્યા એટલે કે શંભુપ્રસાદ પંડ્યાના દીકરા અને રમેશભાઈ પંડ્યા( વિશ્વહિંદુ પરિષદના કાર્યકર્તા)ના ભાઈ.આજે તેમનો જન્મદિવસ હતો. પોતાના જીવનના 60 વર્ષ પૂરા કરી એક 61 માં વર્ષમાં પ્રવેશ કરતા હતા. કમલેશભાઈએ સગા સંબંધી અને મિત્રો માટે એક ભોજન સમારંભ યોજ્યો હતો. આ ભોજન સમારંભમાં જવાનું મારે નિમંત્રણ હોવાથી હું બપોરે પહોંચ્યો. મને સૂચના મળી કે ભોજન માટે તમે થોડી રાહ જુઓ અમારા વિશેષ મહેમાન પણ આવે છે .ભોજનમાં તેમના સગાવહાલ,મિત્રો,સંબંધીઓ અને અનેક લોકો ભોજન લઈ રહ્યા હતા .એમના વિશેષ અતિથિની રાહ જોતા થોડીવારમાં વિશેષ અતિથી
એમના પુત્ર સાથે આવી ગયા. વિશેષતીથી એટલે કે કમલેશભાઈ પંડ્યાના વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના અને ધીરુભાઈ ઢોલી . તેઓ તેમના પુત્ર સાથે આવ્યા હતા. કમલેશભાઈ પંડ્યા અને પરિવારે તેમનું ફૂલહાર થી સ્વાગત કર્યું. બધાએ સાથે સંગતમાં રસ પુરીનું ભોજન કર્યું.ભોજન કરતા કરતા આનંદની અને જુના અનુભવોની આપ-લે થઈ .એટલું જ નહીં પરંતુ ભોજન પૂરું થયા પછી કમલેશભાઈએ બંને અતિથિ બંધુઓને કપડાની જોડ ભેટમાં આપી.એક સામાજિક સમરસતાનો વિચાર અને તેનું આચરણમાં લેવું, અમલમાં મૂકવું અને બધા પરિવારોની સમક્ષ કરવું એ ખૂબ આજના સમયમાં દાદ માંગી લેવું કામ છે. જે પરિવાર વર્ષોથી બ્રાહ્મણ ધર્મની બધી જ મર્યાદાઓ સાથે વડીલોની સેવા કરતા કરતા આજે એ કક્ષાએ પહોંચ્યો છે કે સમાજના સામાજિક રીતે નબળા કહેવાતા એક અતિથિને સ્વાગત કરી ,સન્માન આપી સહભોજ કરાવ્યુ. આ ફક્ત સહભોજ નહોતું પરંતુ મન સાથે મન મળવાનું કામ હતું. સંઘના શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના કામોમાં સમરસતાનો વ્યવહારિક અમલ પોતાના વ્યક્તિગત જીવનમાં ,પારિવારિક જીવનમાં અને સમાજમાં લઈ જવા માટેનુ જે આહવાન છે તે આહવાનનું અહીંયા પ્રત્યક્ષ નિરૂપણ થયું .ખરેખર સમાજમાં દરેક જગ્યાએ આવા કમલેશભાઈ ઊભા રહે એ આજના સમયની સાચી જરૂરિયાત છે. આ થશે તો હિન્દુ સમાજના તાણાવાણાને કોઈ ક્ષતિ નહીં પહોંચાડી શકે .જય શ્રી રામ

Comments
Post a Comment