મણકો:૭ વાંકાનેર ગાયત્રી મંદિર દ્વારા મોરબી મુકામે પ્રજ્ઞા પુરાણ કથા શ્રવણ લાભ અને અશ્વિનભાઈ રાવલ સાથે સત્સંગ દિનાંક ૮,૯,૧૦ એપ્રિલ ૨૫
ગાયત્રી મંદિર વાંકાનેર દ્વારા મોરબીમાં આયોજિત પ્રજ્ઞા પુરાણ કથાની પોથી યાત્રા અને કથા શ્રવણ દીનાંક ૮.૪.૨૪ અને ૯.૪.૨૫
વાંકાનેર સ્થિત ગાયત્રી મંદિર અનેક સામાજિક અને સેવાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે .જેવી કે ગાયત્રી મંદિર દર્શન,નિયમિત ગાયત્રી યજ્ઞ ,વૃદ્ધાશ્રમ ,ગૌશાળા દિવ્યાંગ બાળકો માટેનો નિવાસ અને ટ્રેનીંગ ,ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ભોજન ના ટિફિન પહોંચાડવા ,1 થી 8 ધોરણ સુધીની નિશુલ્ક શાળા ,એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, જુદા જુદા મેડિકલ કેમ્પ .દર્શન યજ્ઞ માટેની વ્યવસ્થા આ ઉપરાંત અહીં આવતા અને બાજુમાં રહેલી કાલિકા માતાની ટેકરી ના પ્રવાસે આવતા લોકો માટે ચા પાણી નાસ્તાની અવિરત સેવા કરે છે.
આ સંસ્થાના અનેક સહયોગી અને કાર્યકર્તા બંધુઓ મોરબીમાં પણ વસે છે. મોરબીમાં વસતા અન્ય લોકોને આ સેવાઓની જાણ થાય અને પંડિત રામ શર્મા આચાર્ય એ સ્થાપેલ સિદ્ધાંતોની વાતો અને કથા ઉદાહરણો દ્વારા લોકોમાં પહોંચે,
આધ્યાત્મની સાથે સેવાનો અવલંબન થાય એ માટેના પ્રયત્નો માટે મોરબીમાં પ્રજ્ઞા પુરાણ કથા રાખવામાં આવી હતી.
તારીખ 8 એપ્રિલના રોજ સવારે રવાપર ના હનુમાનજી મંદિરેથી પોથીયાત્રા નીકળીને કથા સ્થાને પહોંચી .કથા એસપી રોડ ઉપર એક પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ માં રાખવામાં આવી હતી. અમે ત્યાં સ્થાન પર પહોંચેલી પોથીના સ્વાગત માટે પહોંચ્યા હતા. અગાઉથી ઉપસ્થિત ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનો પોથી લઈને ત્યાં પહોંચી ગયા હતા .ગીત સંગીત ભજન અને ધૂનની હારમાળા ચાલતી હતી .અમે પહોંચ્યા અને થોડીવારમાં જ કથાના વાચક અને વ્યાસપીઠ ઉપર બેસનાર પાયલબેન આવી પહોંચ્યા. બધાએ પુષ્પહારથી તેમનું સ્વાગત કર્યું ઢોલ નગારા અને બેન્ડવાજા વાગતા વાગતા પોથીને વ્યાસપીઠના સ્થાને લઈ જવામાં આવી .વ્યાસપીઠના સ્થાન ઉપર પોથીને બિરાજીને આરતી કરી પોથીયાત્રા પૂર્ણ થઈ .
બીજા દિવસે સાંજના સમયે રાત્રિના 8:30 થી 11:30 સુધીના સમયમાં ચાલતી આ ગાયત્રી પરિવાર આયોજિત પ્રજ્ઞા પુરાણ કથામાં ઉપસ્થિત રહેવાનું થયું .વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા પાયલબેન મોરબીના મણીભાઈના દીકરી. નાનપણથી જ ગાયત્રી પરિવારના વિવિધ કામોમાં જોડાતા જોડાતા વરિષ્ઠ કાર્યકર્તા બન્યા .પોતાના સહયોગી સિનિયર કાર્યકર્તાઓની સાથે રહીને આચાર્ય રામ શર્માના એ બધા જ ગુણોને પોતાના જીવનમાં ઉતાર્યા .આ વાતો આમ સમાજમાં લઈ જવા માટેની કથા સ્વરૂપ એટલે પ્રજ્ઞા પુરાણ .કથા ના આજના દ્વિતીય દિવસે ધર્મને અધ્યાત્મને જીવનમાં ઉતારવા માટેની અનેક નાની મોટી વાત કરીને તે પ્રમાણે કરી ભગવાનને મેળવવા માટે કોઈ અભ્યાસ ની જરૂર નથી પરંતુ ભક્તિ લાગણી અને નિરંતરતા જરૂરી છે .એક ગાય ચરાવનાર ગોવાળ પણ ભગવાનને મેળવી શકે છે .એવું જ નહીં પરંતુ સ્ત્રીઓની માતા અને નારી શક્તિની વાતો પણ એમણે અનેક ઉદાહરણો દ્વારા કરી . પ્રથમ દિવસે મારા ભાગે આરતી ઉતારવાના ક્રમમાં હાજર રહેવાને વારો આવ્યો અને બીજા દિવસે પ્રણવ અને માયા એ પણ આરતી ઉતારવામાં સહયોગી થયા. અમારા પરિવાર તરફથી આ કાર્ય માટે એક દાન પણ કરવામાં આવ્યુ.
આ સમગ્ર ગાયત્રી પરિવાર મંદિર અને કાર્યક્રમના મૂળમાં કોઈ વ્યક્તિ હોય તો અશ્વિનભાઈ રાવલ .વાંકાનેર ના વતની અનેક વર્ષો સુધી અમરસિંહજી મીલમાં બાપુજી શાંતિભાઈ સાથે નોકરી કરી હતી .નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ વાંકાનેર
ની ટેકરીના વિસ્તારમાં ગાયત્રી મંદિરની નાના કામથી સ્થાપના કરીને આજે સેવાનું મોટું વૃક્ષ બનાવ્યુ છે. આ બધા કામના કેન્દ્રસ્થાને હોય તો એ અશ્વિનભાઈ રાવલ. અતિથિઓના સ્વાગત કરવાની કદી ન ભૂલે.ગમે તેવી પરિસ્થિતિમાં પણ બધાની સગવડતા સાચવવાનો તેમનો સ્વભાવ .નાના થી માંડીને મોટી વ્યક્તિઓને યથા યોગ્ય agta સ્વાગતા ભોજન ચા પાણી કરાવવામાં ફરી પાછા ન પડે. સમાજની કોઈપણ સેવાઓ હોય તો ગાયત્રી મંદિર એમની સાથે હોય .સંઘના અનેક નાના-મોટા શિબીરો વખતે તેમના સ્થાનનો ઉપયોગ અને ભોજનની વ્યવસ્થા તેમણે આપેલી છે .વાંકાનેરમાં ચાલતા ગરીબ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસ ગૃહમાં રહેતા વિદ્યાર્થીઓને નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા આ ગાયત્રી પરિવાર તરફથી થાય છે. દેખાવમાં દાઢી ધરાવતા કોઈ ઋષિમુની લાગે પરંતુ વ્યવસ્થામાં એક સામાન્ય અદના સેવક છે.વાંકાનેર ના હીરાઓની જો પરખ કરવા જઈએ તો એ હીરાઓની હારના એક મણકા એટલે અશ્વિનભાઈ રાવળ .તેમને સો સો સલામ




Comments
Post a Comment