મણકો:૮ ખોખરા હનુમાનજી ની જગ્યામાં સંત નિવાસ ઉદ્ઘાટન અને સેવા કાર્ય દર્શન






 મણકો:૧૧ ખોખરા હનુમાનજી ની જગ્યામાં સંત નિવાસ ઉદ્ઘાટન અને સેવા કાર્ય દર્શન

    મોરબી કંડલા હાઇવે પર ભરતનગર પાસે આવેલ ખોખરા ગામમાં ખોખરા હનુમાન મંદિર અને સેવા સંકુલ આવેલું છે .મોરબીના પ્રખ્યાત સદગુરુ કેશવાનંદ બાપુના શિષ્ય મહામંડલેશ્વર પૂજનીય કંકેશ્વરી માએ ત્યાં આશ્રમનું નિર્માણ કર્યું છે .હનુમાનજી મહારાજના 108 ઊંચા સ્ટેચ્યુ નું નિર્માણ પણ ત્યાં થયેલું છે. આ જ વિસ્તારની અંદર માતાજીના સાનિધ્યમાં અનેક સેવા પ્રવૃત્તિઓ ચાલે છે જેવી કે સંસ્કૃત પાઠશાળા ,દિવ્યાંગ બાળકો માટેની વ્યવસ્થા ,અનાથ બાળકો માટેનું અનાથાલય ,વૃદ્ધાશ્રમ, ગૌશાળા,વિદ્યાર્થી સહાય,વિવિધ પ્રસંગોએ થતા સેમિનારો અને સેવાની અખંડ ધારા સાથે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા હોય છે .અનેક સંતો મહંતો પણ અહીંથી પસાર થતા અથવા સ્થાનની મુલાકાતે આવતા હોય છે .તેઓની રહેવાની વ્યવસ્થા માટેનું એક ભવન નું નિર્માણ થયું .

     ખોખરા હનુમાન ના પરિસરમાં સંતોના નિવાસ માટે શંકરાચાર્ય ભવન કે જે મધ્યપ્રદેશના ભાજપના પ્રધાન અને મોટા ગજાનાં નેતા કૈલાસ વિજય વર્ગીસે તેમની માતાજી ના સ્મરણમાં બનાવી આપ્યું છે .હનુમાનજીનું સ્ટેચ્યુ બનાવવામાં પણ એમનો સિંહ ફાળો હતો .આ શંકરાચાર્ય સંત નિવાસનું ઉદઘાટન આજે રાખવામાં આવ્યુ હતુ. હું અને યોગેશભાઈ સાથે ત્યાં પહોંચ્યા. આવનાર અતિથિઓની રાહમાં 9:00 વાગ્યાના બદલે 11 વાગે સંત નિવાસનો ગૃહ પ્રવેશ અને મંચસ્થ કાર્યક્રમ થયો.. 

      આ કાર્યક્રમમાં સાંસદ રૂપાલાજી ,કેસરી દેવસિંહજી ,પૂર્વ સાંસદ મોહનભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ સાથે સ્થાનિક ધારાસભ્ય્ કાંતિભાઈ ઉપસ્થિત હતા .અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. સૌએ પૂજ્ય માની સેવાની પ્રવૃત્તિ માટે શાબ્દિક રીતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. 

 

રાજકીય વ્યક્તિઓએ પોતાની ગ્રાન્ટમાંથી થોડી રાશી પણ આ સેવાના કામો માટે જાહેર કરી. દ્વારકાના શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે પણ એક નારાયણ સ્વામીજી, સંતરામ મંદી સંતો હાજર રહ્યા હતા. થોડા સંતોના મહાનુભાવના પ્રવચનના અંતે કાર્યક્રમ પૂર્ણ થઇ એ બધાએ પ્રસાદ લીધો .

     અહીંના આશ્રમની એક વિશેષતા એ જોવા મળી કે પૂજ્ય કનકેશ્વરી માએ અનાથ બાળકો માટેની વ્યવસ્થા શરૂ કરી છે .સામાન્ય રીતે અનાથ બાળકો માટે ખ્રિસ્તી મિશનરીઓ મધર ટેરેસા ના નામે આશ્રમ ચલાવતા હોય છે .એક હિન્દુ સમાજના અનાથ બાળકો હિન્દુ સમાજની જ મદદ અને ધનરાશિના વડે આવા આશ્રમોમાં મોટા થઈને ખ્રિસ્તી ધર્મના થઈને રહેતા હોય છે. હિન્દુઓ માટેના અનાથ બાળકોની વ્યવસ્થાઓ બહુ ઓછી જોવા મળે છે. ક્યાંક આર્યસમાજ દ્વારા અને સાધ્વીઋતુમ્ભરાજી દેવી એ આ કામ શરૂ કર્યું છે .મા કનકેશ્વરીના આશ્રમમાં પણ અનાથ ૧ દિવસની ઉંમરથી ૧૦_૧૧ વર્ષના બાળકો છે.હાલમાં 11 બાળકો આશરે લઈ રહ્યા છે .એક દિવસના જન્મેલા તાજા બાળક થી પ્રવેશ પામેલા અલગ અલગ ઉંમરના બાળકો અહીંયા છે .તેમની બધી જ જાતની ખાવા પીવા ,રહેવા ,વસ્ત્ર પહરાવવાથી  માંડીને સ્વાસ્થ્ય સુધીની સેવા આશ્રમના કર્મચારીઓ  માં ની નિશ્રામાં કરે છે .બધાનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સુંદર હતું. આજે બાળકો રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ થયેલા હતા .આવનારા અતિથિઓએ તેઓને વહાલથી તમે રમાડ્યા .જો સમાજનો આવો સથવારો અનાથ બાળકોને મળે તો આ જ બાળકો ભાવિ ભારતના મહાન વ્યક્તિઓ અવશ્ય બની શકે એમાં શંકાને સ્થાન નથી. પૂજ્ય માં જેવો આશ્રમ એક જગ્યાએ ન બને અનેક જગ્યાઓએ બને એવી અપેક્ષા છે .બાળકો માટે વિદેશની પ્રથા, સરકારની વ્યવસ્થાઓ અને વેલ્ફેર યોજનાઓ કરતા સમાજ જ આવા કામ ઉપાડી લે તો એ કામ દીપી ઊઠે છે અને અનાથ બાળકોને એક સાચો પરિવારનો પ્રેમ મળી રહે છે .પરિવારના પ્રેમ વગર ઉછળતા બાળકો ભવિષ્યની અંદર અનેક અજાણ્યા રસ્તે જઈ ચડે છે .જ્યારે સેવા ભાવથી એક પારિવારિક ભાવથી ઉછરેલા બાળકો સમાજના સાચા નાગરિક બને છે .વળતી વખતે આવતા  માના આજ કાર્યની વાતો કરતા રહ્યા.

Comments

Popular posts from this blog

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત