મણકો: ૯ બુરુમલ આશ્રમ અને સ્વામી વિદ્યાનંદજીની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫
મણકો: ૯ બુરુમલ આશ્રમ અને સ્વામી વિદ્યાનંદની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર પાસે બુરુમુલ ગામમાં ભાવભાવેશ્વર શિવ મંદિર અને આશ્રમ આવેલો છે .આ સદગુરુ આશ્રમમાં આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી મહારાજ છેલ્લા 25 વર્ષથી આશ્રમ બનાવીને અનેક સેવાકીય પ્રવૃતિઓ જનજાતિ વિસ્તારમાં કરી રહયા છે .તેમના ગુરુ સ્વામી અખંડાનંદજીએ કાશીથી આવી અને 1945 ની સાલમાં આ સ્થાન પોતાના આશ્રમ માટે પસંદ કરયુ હતું. એ જ સ્થાનની અવિરત સેવાઓ આજે બીજમાંથી વટવૃક્ષ બની છે .
અહીં આશ્રમમાં ભાવભાવેશ્વર શિવર્લિંગ આવેલ છે એમ કહેવાય છે કે આ 13 મો જ્યોતિર્લિંગ કહી શકાય .પંચધાતુ માંથી બનાવેલું આ જ્યોતિર્લિંગ દિવ્ય અને ભવ્ય છે. સાથે સાથે મંદિર પરિસર ની અંદર નવ ગ્રહોના મંદિર ,વૈષ્ણોદેવીની ગુફાl, માતાજી ઓને અલગ અલગ મૂર્તિ અને ગણપતિ હનુમાનજી મહારાજ બિરાજી રહ્યા છે .
ખરું કામ તો આશ્રમનો જનજાતિ વિસ્તારમાં જાત જાતની સેવાઓનું છે. અહીંયા તેઓ સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે. આ જ વિસ્તારના ભાઈઓ અને બહેનો માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચાલી રહી છે. તેમજ તેમને રહેવા માટેની હોસ્ટેલ પણ છે અંદાજે 500 ની આસપાસ વિદ્યાર્થીઓની શિક્ષણ લઈ રહ્યા છે .રોજ ચાલતી યજ્ઞશાળા ,ગૌશાળા ,સંસ્કૃત સાહિત્યનો પ્રચાર પ્રસાર મેડિકલ વાન અલગ અલગ સમયે મેડિકલ કેમ્પ અને સમયની જરૂરિયાત પ્રમાણેના સેવા કાર્ય દ્વારા આ આશ્રમ આ વિસ્તારમાં ખૂબ મહિમાવંત થયો છે. બૂરૂમલ ગામ એક વખત બાવલ ના જંગલોનું બનેલું હતું .ત્યાં આજે નંદનવન બન્યું છે .આ સેવાની પ્રવૃત્તિઓ તથા વિદ્યાનંદજી મહારાજને બિરદેવીએ એટલા ઓછા છે .
આશ્રમ ના રજત ઉત્સવ પ્રસંગે અને ભાવભાવેશ્વર મહાદેવના નવા રજતના નાગદેવતાના સ્થાપન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સર સંઘચાલક માનનીય મોહનજી ભાગવત આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને
દર્શન લાભ મેળવવાનો મોકો મળ્યો.
ભાવભાવેશ્વર મહાદેવ ના દર્શન પૂજન નવા નાગદેવતા નું સ્થાપન અને પૂજન યજ્ઞની આહુતિઓના દર્શન અને ધર્મ સભા થઈ. ધર્મસભામાં માનનીય મોહનજી ભાગવતે આ વિસ્તારના જનજાતિ લોકોમાં આશ્રમ દ્વારા થતી સેવાઓને બિરદાવી એટલું જ નહીં પરંતુ અન્ય સંસ્થાઓ કે મિશનરીઓ સેવા ના નામે આ વિસ્તારમાં થતા મતાંતરણ ને માટેની ચિંતા દર્શાવી .બાકીના સમાજ એ પણ આ જનજાતિય સમાજની નજીક આવીને આ પ્રકારના થતાં ધર્મંતરણ મતાંતરણને રોકવામાં સહભાગી થવું જોઈએ .આવી અનેક સેવાઓ સમાજના સહારે થાય તો દલિત ,પીડિત, શોષિત અને આર્થિક રીતે પછાત બંધુઓને અનેક સહારાઓ મળી શકે .લોભ લાલચ અને દબાણથી થતા ધર્માંતરણ બંધ થાય. જનજાતીય વિસ્તારમાં સંઘ વિચારની અનેક સંસ્થાઓ અને આવા સંતો મહંતોના કાર્યો એ હિંદુત્વને જગાવી રાખ્યું છે. ભારતની અખંડતા અને સાર્વભૌમત્વ સારો માટે બહુ જરૂરી છે .
સંપૂર્ણ કાર્યક્રમની અંતે ભોજન પ્રસાદ ,અખંડ ચાલતા યજ્ઞની પૂર્ણાહુતિ અને સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજના આશીર્વાદ લઇ ફરીથી મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને અમે સ્થાન માંથી પરત કર્યા.







Comments
Post a Comment