મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત
મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત શતાબ્દી વર્ષમાં થોડા વિશેષ લોકોનો સંપર્ક કરવો એવું મનમાં નક્કી થયું .એ મુજબ કર્ણાવતીના પ્રવાસ દરમિયાન સફારી નામના જુના પરંતુ માહિતી સભર વૈજ્ઞાનિક વિષયો વાળા મેગેઝીન ચલાવનાર તંત્રી નગેન્દ્ર વિજયજીને મળવાનું નક્કી થયું હતું. અગાઉ એક વખત તેમનો ફોન પણ આવ્યો હતો અને પ્રચાર વિભાગ અને સંઘ અને હાલનો મીડિયાના સંદર્ભમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.મારી સાથે કર્ણાવતી મહાનગરના સંપર્ક પ્રમુખ શ્યામજી જલન અને ડોક્ટર મહેશભાઈ ચૌહાણ સાથે રહ્યા .સફારી એટલે ગુજરાતના જૂનુ પરંતુ વિશિષ્ટ માહિતી સરળ ભાષામાં તથા વિજ્ઞાનની અનેક વસ્તુઓને ઉજાગર કરતુ લોકપ્રિય ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં પ્રિય . જેમાં એક પણ જાહેરાત ના આવે .બધા જ લેખો માહિતી સભર હોય તાત્વિક હોય અને યોગ્ય લેખકોએ લખેલા હોય .નગેન્દ્ર વિજયજી તંત્રી પણ વિષયોના ખૂબ અનુભવી .આજે પણ તેમને 80 નો દાયકો હોવા છતાં શરીરની તંદુરસ્તી ઠીક ન રહેવા છતાં ખુરશી પર બેઠી ને કલાકો સુધી આવીરત વાતો ...