મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

 




મણકો ૧૩.    તા  ૨૪.૪.૨૫ ગુરુવાર 

કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત 

          શતાબ્દી વર્ષમાં થોડા વિશેષ લોકોનો સંપર્ક કરવો એવું મનમાં નક્કી થયું .એ મુજબ કર્ણાવતીના પ્રવાસ દરમિયાન સફારી નામના જુના પરંતુ માહિતી સભર વૈજ્ઞાનિક વિષયો વાળા મેગેઝીન ચલાવનાર તંત્રી નગેન્દ્ર વિજયજીને મળવાનું નક્કી થયું હતું. અગાઉ એક વખત તેમનો ફોન પણ આવ્યો હતો અને પ્રચાર વિભાગ અને સંઘ અને હાલનો મીડિયાના સંદર્ભમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.મારી સાથે કર્ણાવતી મહાનગરના સંપર્ક પ્રમુખ શ્યામજી જલન અને ડોક્ટર મહેશભાઈ ચૌહાણ સાથે રહ્યા .સફારી એટલે ગુજરાતના જૂનુ પરંતુ વિશિષ્ટ માહિતી સરળ ભાષામાં તથા વિજ્ઞાનની અનેક વસ્તુઓને ઉજાગર કરતુ લોકપ્રિય ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં પ્રિય . જેમાં એક પણ જાહેરાત ના આવે .બધા જ લેખો માહિતી સભર હોય તાત્વિક હોય અને યોગ્ય લેખકોએ લખેલા હોય .નગેન્દ્ર વિજયજી તંત્રી પણ વિષયોના ખૂબ અનુભવી .આજે પણ તેમને 80 નો દાયકો હોવા છતાં શરીરની તંદુરસ્તી ઠીક ન રહેવા છતાં ખુરશી પર બેઠી ને કલાકો સુધી આવીરત વાતો કરતા રહે .

એમની સાથેની મુલાકાતમાં તેમના જીવન વ્યવહાર આચરણ અને લેખનમાં રહેલ દેશભક્તિ અને હિંદુત્વની ભાવના  ઓતપ્રોત હતી. તેમણે વારંવાર યાદ કરેલ તેઓનું કહેવું હતું કે આપણો દેશ હિન્દુ એ હિન્દુસ્તાન ભૌગોલિક ઓળખ છે . ખરેખર આપણે  સનાતની છીએ. હિન્દુ ઓળખ અન્ય લોકોએ આપણા માટે ભૌગોલિક રીતે આપેલી છે .પરંતુ વિશિષ્ટ સિદ્ધાંતો પાડવા વાળા આપણે બધા સનાતવી .ભારતના ઇતિહાસની અંદર અનેક લોકોએ કરેલી ભૂલ ખાસ કરીને સ્વતંત્રતા આંદોલન દરમિયાન અંગ્રેજો સાથેની વાટાઘાટ વખતના નેતાઓએ કરેલી ભૂલને વારંવાર યાદ કરે .તેમનો ઇતિહાસનું જ્ઞાન અને ઘટનાઓના નામ અને તારીખ સાથે ખબર છે .આવી ઘટનાઓ અંગે તેમણે સફારી મેગેઝીનમાં ઘણી વખત લખ્યું છે .તેઓનું કહેવું હતું કે ચાણક્ય ભારત પાસે હતા અને છે એમ આપણે કહીએ છીએ .પરંતુ ચાણક્ય નીતિનો આપણે અમલ નથી કરી શકતા જે આજે ઈઝરાયેલ કરી શક્યો છે .આપણે નીતિમતાથી જીવન  જીવવું જોઈએ એવો એમનો વિચાર .એના કારણે પોતાનું લખાણ માટે જાહેરાતોને ખોટો લાભ ના લીધો. પોતાના પુસ્તકોનું વેચાણ કરવા માટે પણ આ પ્રકારની કોઈ દલાલીની સચોટ ના હતી.  સંઘ માટે તેમનો અવિરત પ્રેમ છે .એમની અનેક વાતોમાં જોવા મળ્યો .સંઘના કાર્યકર્તાઓ તેમને વારંવાર મળે એ એમની અપેક્ષા હતી .આજના જમાના ને અનુરૂપ મેગેઝીન ચલાવવું ખૂબ અઘરું છે પરંતુ નવા સાધનો જેવા કે બ્લોગ youtube વિડીયો જેવું પણ એમને કરવાની તમન્ના છે પરંતુ તેનો સ્ટુડિયો તથા માહિતી અને ટેકનિકલ માણસોની જરૂર છે .આવા સંઘના સ્વંયસેવકોને  સંપર્ક કરવા માટે એમને કહ્યું .ઘણી બધી વાતો અમારા હૃદય સ્પર્શી રહી તેમને કામ કરવાની આ ઉંમરે પણ તમન્ના જોઈ .તેમના પરિવારની પણ વિગતો જાણી .પતિ પત્ની એક સુંદર મજાની વ્યવસ્થિત ઘરમાં રહીને પોતાની ઈચ્છા મુજબનું જે જ્ઞાન અનુરૂપ જીવન જીવતા રહે છે અને આવનારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સપ્ટેમ્બર મહિનામાં સંઘ વિશેના પણ એક લેખ લખવાની એમણે પોતાની તમન્ના દર્શાવી.સંઘ અને દેશભક્તિ યુક્ત કાર્યકર્તાઓ તેમને મળતા રહે એ એમની એક અપેક્ષા હતી. 

Comments

Popular posts from this blog

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત