મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી મોરબી . દિનનાં ૨૧.૬.૨૦૨૫
મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી આજે મોરબી મુકામે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી .દર વર્ષની જેમ સરકારી કર્મચારીઓ ,પોલીસ તથા વિવિધ સુરક્ષા કર્મચારી ,શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે આમ જનતા 2014 ની સાલથી આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરે છે .આ વર્ષે પણ મોરબી જિલ્લાના કલેક્ટર કિરણભાઇ ઝવેરી સાહેબ અન્ય સરકારી અધિકારીઓ તથા વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ની હાજરીમાં દિવસની ઉજવણી થઈ .કલેકટર શ્રી અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા કેસરી દેવસિંહજીએ યોગનું મહત્વ આજના સંદર્ભમાં સમજાવ્યુ.વડનગર થી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વિશાખાપટમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્ય પછી હાજર રહેલા બધા લોકોએ યોગ પ્રોટોકોલ પ્રમાણેના વિવિધ સૂક્ષ્મ ક્રિયાઓ ,યોગાસનો ,પ્રાણાયામ અને પ્રાર્થના દ્વારા દિનની ઉજવણી કરી. ધીરે ધીરે યોગની ઉજવણી એક સામાજિક બની રહી છે તથા પ્રજા ઉત્સુકતાથી જોડાઈ રહી છે .છતાં પણ આજે કરેલા યોગ દિનની ઉજવણ...