Posts

Showing posts from April, 2025

મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન

Image
  મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન બિદડામાં આવેલી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ ની અંદર જ આવેલા ઓડિટોરિયમ માં આ વિસ્તારના પ્રબુદ્ધ લોકો માટેની પંચ પરિવર્તન વિશે સંઘ શતાબ્દી વર્ષના વિષયની એક ગોષ્ટિ થઈ . હોસ્પિટલના ટ્રસ્ટના અધ્યક્ષ વિજયભાઈ પોતે હાજર હતા .તેઓ અમેરિકા સ્થિત હતા .હવે અહીંયા આવીને આ સેવાના કામોમાં સંપૂર્ણ સમય આપીને અહીંયા જ રહી રહ્યા છે .તેમના પિતા બચુભાઇનુ આ વિસ્તારને ભેટ એટલે આ હોસ્પીટલ . વિજયભાઈએ સંપૂર્ણ હોસ્પિટલ નું રાઉન્ડ લઈને દર્શન કરાવ્યુ .ચાલતી વિશેષ ફિઝીયોથેરાપી અને પોસ્ટ ઓપરેટિવ રીહેબીલીટેશનના વિવિધ વિભાગો અને લાભાર્થીઓને મળ્યા .એની વિશેષતા એવી છે કે કર્ણાવતી મુંબઈના ન્યુરોસર્જન ને ઓર્થોપેડિક સર્જન રેહેબીલીટેસન માટે દર્દીઓને અહીંયા મોકલે છે અહીંયા નેચર ક્યોર સારવારનું પણ કેન્દ્ર છે .આંખની હોસ્પિટલ અને ઓપરેશનો પણ થાય છે. જાન્યુઆરી મહિનામાં વિશેષ મુંબઈથી  અને વિદેશથી આવતા ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ પણ થાય છે .સંપૂર્ણ સગવડતાઓ એકદમ નજીવા દરથી કરવામાં આવે છે .મુંબઈ અને વિદેશના અનેક દાતાઓ આ કાર્યમાં સહાયરૂપ થાય છે. વિજયભાઈ જેવા આ દાતાઓ...

મણકો: ૯ બુરુમલ આશ્રમ અને સ્વામી વિદ્યાનંદજીની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫

Image
મણકો: ૯ બુરુમલ   આશ્રમ અને સ્વામી વિદ્યાનંદની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫      દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર પાસે બુરુમુલ ગામમાં ભાવભાવેશ્વર શિવ મંદિર અને આશ્રમ આવેલો છે .આ સદગુરુ આશ્રમમાં આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી મહારાજ છેલ્લા 25 વર્ષથી આશ્રમ બનાવીને અનેક સેવાકીય પ્રવૃતિઓ જનજાતિ વિસ્તારમાં કરી રહયા છે .તેમના ગુરુ સ્વામી અખંડાનંદજીએ કાશીથી આવી અને 1945 ની સાલમાં આ સ્થાન પોતાના આશ્રમ માટે પસંદ કરયુ હતું. એ જ સ્થાનની અવિરત સેવાઓ આજે બીજમાંથી વટવૃક્ષ બની છે .        અહીં આશ્રમમાં ભાવભાવેશ્વર શિવર્લિંગ આવેલ છે એમ કહેવાય છે કે આ 13 મો જ્યોતિર્લિંગ કહી શકાય .પંચધાતુ માંથી બનાવેલું આ જ્યોતિર્લિંગ દિવ્ય અને ભવ્ય છે. સાથે સાથે મંદિર પરિસર ની અંદર નવ ગ્રહોના મંદિર ,વૈષ્ણોદેવીની ગુફાl, માતાજી ઓને અલગ અલગ મૂર્તિ અને ગણપતિ હનુમાનજી મહારાજ બિરાજી રહ્યા છે .      ખરું કામ તો આશ્રમનો જનજાતિ વિસ્તારમાં જાત જાતની સેવાઓનું છે. અહીંયા તેઓ સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે. આ જ વિસ્તારના ભાઈઓ અને બહેનો માટે પ્રાથમિક અને માધ્યમિક શાળ...

મણકો:૮ ખોખરા હનુમાનજી ની જગ્યામાં સંત નિવાસ ઉદ્ઘાટન અને સેવા કાર્ય દર્શન

Image
  મણકો:૧૧ ખોખરા હનુમાનજી ની જગ્યામાં સંત નિવાસ ઉદ્ઘાટન અને સેવા કાર્ય દર્શન     મોરબી કંડલા હાઇવે પર ભરતનગર પાસે આવેલ ખોખરા ગામમાં ખોખરા હનુમાન મંદિર અને સેવા સંકુલ આવેલું છે .મોરબીના પ્રખ્યાત સદગુરુ કેશવાનંદ બાપુના શિષ્ય મહામંડલેશ્વર પૂજનીય કંકેશ્વરી માએ ત્યાં આશ્રમનું નિર્માણ કર્યું છે .હનુમાનજી મહારાજના 108 ઊંચા સ્ટેચ્યુ નું નિર્માણ પણ ત્યાં થયેલું છે. આ જ વિસ્તારની અંદર માતાજીના સાનિધ્યમાં અનેક સેવા પ્રવૃત્તિઓ ચાલે છે જેવી કે સંસ્કૃત પાઠશાળા ,દિવ્યાંગ બાળકો માટેની વ્યવસ્થા ,અનાથ બાળકો માટેનું અનાથાલય ,વૃદ્ધાશ્રમ, ગૌશાળા,વિદ્યાર્થી સહાય,વિવિધ પ્રસંગોએ થતા સેમિનારો અને સેવાની અખંડ ધારા સાથે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા હોય છે .અનેક સંતો મહંતો પણ અહીંથી પસાર થતા અથવા સ્થાનની મુલાકાતે આવતા હોય છે .તેઓની રહેવાની વ્યવસ્થા માટેનું એક ભવન નું નિર્માણ થયું .      ખોખરા હનુમાન ના પરિસરમાં સંતોના નિવાસ માટે શંકરાચાર્ય ભવન કે જે મધ્યપ્રદેશના ભાજપના પ્રધાન અને મોટા ગજાનાં નેતા કૈલાસ વિજય વર્ગીસે તેમની માતાજી ના સ્મરણમાં બનાવી આપ્યું છે .હનુમાનજીનું સ્ટેચ્યુ બનાવવામાં પણ ...

મણકો:૭ મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત

Image
મચ્છુ ૨ ડેમ પાસેનું ઉદ્યાન અને તેના શ્રમિક ભક્તોની મુલાકાત  દીનાંક ૧૦.૪.૨૫  સવારે ૭ વાગ્યે આજે સવારે વહેલા ઊઠીને નક્કી કર્યું કે એસ પી રોડ ઉપર સરદાર પટેલ આર્કેડ પાસે લાગતી સુદર્શન પ્રભાત શાખામાં જવું. ઈઓન કાર લઈને નીકળ્યા .પરંતુ તે સ્થાન ઉપર તો કોઈ શાખા લાગેલી દેખાય નહીં પરંતુ સુરેશભાઈ રાજકોટિયા મળી ગયા તેમણે કહ્યું કે આજે બધી જ શાખાના સ્વયંસેવકો મચ્છું ૨  ડેમ પાસે બની રહેલા ઉદ્યાનની મુલાકાતે જવાના છે .હું પણ તેમની સાથે જોડાયો .      મોરબીની જીવા દોરી અને પાણીનો સંગ્રહસ્થાન એટલે મચ્છુ૨ ડેમ . 1979 ની સાલમાં તૂટેલા ડેમની ઘટના ના કારણે મોરબી અને મચ્છુ ડેમ દુનિયાભરમાં પ્રખ્યાત થયા .નવા બનેલા મચ્છુ ડેમના પાણીની સંગ્રહથી દીવાલોની બાજુમાં એક સરકારી ખરાબાની જગ્યામાં અગાઉ નિશ્ચિત થયેલ જ સ્થાનમાં થોડાક મિત્રોએ શરૂ કર્યું છે એ બગીચો બનાવવાની કાર્ય.       એ મિત્રો એટલે રામજીભાઈ બાવરવા ,અંબારામભાઇ અને ટંકારા પાસે આર્ય વિદ્યાલયના સામાજિક અને સેવા કાર્યકર્તા માવજીભાઇ દલસાણીયા.આ મિત્રોએ પોતે જાત મહેનતથી ડેમની પાળ ની બાજુમાં અંદરમાં સ્થાને રહેલી આ જમીનને સપાટ...

મણકો:૭ વાંકાનેર ગાયત્રી મંદિર દ્વારા મોરબી મુકામે પ્રજ્ઞા પુરાણ કથા શ્રવણ લાભ અને અશ્વિનભાઈ રાવલ સાથે સત્સંગ દિનાંક ૮,૯,૧૦ એપ્રિલ ૨૫

Image
  ગાયત્રી મંદિર વાંકાનેર દ્વારા મોરબીમાં આયોજિત પ્રજ્ઞા પુરાણ કથાની પોથી યાત્રા અને કથા શ્રવણ દીનાંક ૮.૪.૨૪ અને ૯.૪.૨૫ વાંકાનેર સ્થિત ગાયત્રી મંદિર અનેક સામાજિક અને સેવાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે .જેવી કે ગાયત્રી મંદિર દર્શન,નિયમિત ગાયત્રી યજ્ઞ ,વૃદ્ધાશ્રમ ,ગૌશાળા દિવ્યાંગ બાળકો માટેનો નિવાસ અને ટ્રેનીંગ ,ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ભોજન ના ટિફિન પહોંચાડવા ,1 થી 8 ધોરણ સુધીની નિશુલ્ક શાળા ,એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા,  જુદા જુદા મેડિકલ કેમ્પ .દર્શન યજ્ઞ માટેની વ્યવસ્થા આ ઉપરાંત અહીં આવતા અને બાજુમાં રહેલી કાલિકા માતાની ટેકરી ના પ્રવાસે આવતા લોકો માટે ચા પાણી નાસ્તાની  અવિરત સેવા કરે છે.       આ સંસ્થાના અનેક સહયોગી અને કાર્યકર્તા બંધુઓ મોરબીમાં પણ વસે છે. મોરબીમાં વસતા અન્ય લોકોને  આ સેવાઓની જાણ થાય અને પંડિત રામ શર્મા આચાર્ય એ સ્થાપેલ સિદ્ધાંતોની વાતો અને કથા ઉદાહરણો દ્વારા લોકોમાં પહોંચે,    આધ્યાત્મની સાથે સેવાનો અવલંબન થાય એ માટેના પ્રયત્નો માટે મોરબીમાં પ્રજ્ઞા પુરાણ કથા રાખવામાં આવી હતી.        તારીખ 8 એપ્રિલન...

મણકો: ૬ કમલેશભાઈ પંડ્યાનો જન્મદિન અને સમરસતા નો અનોખો અનુભવ

Image
  કમલેશભાઈ પંડ્યાનો જન્મદિન અને સમરસતા નો અનોખો અનુભવ દિનાંક ૯.૪.૨૫ બપોરે ૧.૩૦ વાગ્યે. આજે કમલેશભાઈ પંડ્યા એટલે કે શંભુપ્રસાદ પંડ્યાના દીકરા અને રમેશભાઈ પંડ્યા( વિશ્વહિંદુ પરિષદના કાર્યકર્તા)ના ભાઈ.આજે તેમનો જન્મદિવસ હતો.              પોતાના જીવનના 60 વર્ષ પૂરા કરી એક 61 માં વર્ષમાં પ્રવેશ કરતા હતા. કમલેશભાઈએ સગા સંબંધી અને મિત્રો માટે એક ભોજન સમારંભ યોજ્યો હતો. આ ભોજન સમારંભમાં જવાનું મારે નિમંત્રણ હોવાથી હું બપોરે પહોંચ્યો. મને સૂચના મળી કે ભોજન માટે તમે થોડી રાહ જુઓ અમારા વિશેષ મહેમાન પણ આવે છે .ભોજનમાં તેમના સગાવહાલ,મિત્રો,સંબંધીઓ અને અનેક લોકો ભોજન લઈ રહ્યા હતા .એમના વિશેષ અતિથિની રાહ જોતા થોડીવારમાં વિશેષ અતિથી    એમના પુત્ર સાથે આવી ગયા. વિશેષતીથી એટલે કે કમલેશભાઈ પંડ્યાના વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના અને ધીરુભાઈ ઢોલી . તેઓ તેમના પુત્ર સાથે આવ્યા હતા. કમલેશભાઈ પંડ્યા અને પરિવારે તેમનું ફૂલહાર થી સ્વાગત કર્યું. બધાએ સાથે સંગતમાં રસ પુરીનું ભોજન કર્યું.ભોજન કરતા કરતા આનંદની અને જુના અનુભવોની આપ-લે થઈ .એટલું જ નહીં પરંતુ ભોજન પૂર...

મણકો: ૫ દિનાંક 6.4.25. રત્નાગીરી પતિત પાવન મંદિર દર્શન

Image
  દિનાંક 6.4.25. રત્નાગીરી પતિત પાવન મંદિર દર્શન   પશ્ચિમ ક્ષેત્રની ક્ષેત્ર બેઠક માટે આ વખતે કોકણ પ્રાંત રત્નાગીરી વિભાગ  રત્નાગીરી શહેર માં નક્કી થયી હતી અગાઉ વિચાર્યા મુજબ મુંબઈની સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં નીકળીને વહેલી સવારે ૬ તારીખે મુંબઈ દાદર પહોંચી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને રત્નાગીરી ઉતર્યા .રત્નાગીરી રેલ્વે સ્ટેશન થી રત્નાગીરી કાર્યાલય પર જતાં સુધી સાથે આવનાર કાર્યકર્તા એડવોકેટ સંદેશ સહાને માહિતી આપી કે અહીંયા રત્નાગીરીમાં વીર સાવરકર પોતાના ઘરે પોલીસ પ્રતિબંધના કારણે નજર કેદ રહ્યા હતા .અને એ સમય દરમિયાન તેમણે અસ્પૃશ્યોને પણ પ્રવેશ મળી શકે તેવા મંદિર પતીત પાવન મંદિર બનાવયુ હતું. સંપૂર્ણ દિવસની બેઠકના સત્રો પૂરા થયા પછી રાત્રે બેઠકમાં આવેલા બધા કાર્યકર્તાઓએ વીર સાવરકરે બનાવેલો પતિત પાવન મંદિર જોવા માટે નીકળ્યા. સંઘ કાર્યાલયથી નજીક જ આવેલ આ પતિભવન મંદિર છે .આપણે જાણીએ છીએ કે સ્વાતંત્ર વીર વીર સાવરકર આંદામાન  નિકોબારની જેલમાં કાળા પાણીની સજા ભોગવ્યા પછી અંગ્રેજોએ મુક્ત કર્યા હતા. પરંતુ તેમને રત્નાગીરીમાં નજર કેદ રાખીને ત્યાંથી બહાર જવાનો પ્રતિબંધ રાખ્યો હતો. ઘરમ...

મણકો-૪ ડો ત્રિપાઠી સાહેબ ડીન ઝાયડસ મેડીકલ કોલેજ દાહોદની સાથે મોરબીમાં

Image
 આજે ડો ત્રિપાઠી સાહેબ ડીન ઝાયડસ મેડીકલ કોલેજ દાહોદ અને એન એમ ઓ ભારત ના અધ્યક્ષ મોરબીના પ્રવાસે આવેલ. બપોરે તેમણે મેડકલ સ્ટુડન્ટ સાથે કોલેજમા ત્રેણે બેચ સાથે સંવાદ કર્યો. રાતે ડો વિજયભાઇ ગઢીયાના ઘેર ભોજન માટે એકત્ર થયા હતા. તેમની સાથે ડો વનરાજસિંહ, કોલેજ મોરબીના ડીન, ડો દિપક અઘારા હતા. લતાબેન અને ડો પાયલે સરસ ઢોંસા જમાડ્યા . સંવાદમાં હાલનું મેડીકલ એજ્યુકેશન સીસ્ટમ, સરકારના નિયમો, સગવડ અગવડ, મોરબીની નવી બનતે કોલેજ , વિદ્યાર્થી વાલીની વિશેષ વાતો, એન એમ ઓનુ કામ, મેડકલ અને સેવા , આવનારી તા ૧૩ એપ્રિલના રોજના કેમ્પોની ચર્ચા થઇ. બધાને સૂર સરકાર લક્ષી હતો . મેડતલ સેવા અને ભાવિ ડોક્ટર માટે આપણી ફરજ ના વિષયો ની વાતો કરી . ગઢીયા સાહેબના બા બાપૂજીને મળવાનું થયુ . આવતી કાલના કાર્યક્રમ ની વિગતો નક્કી કરી છૂટા પડ્યા